Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

યુએઈમાં મહાત્મા ગાંધીજીને અનોખી શ્રદ્ધાંજલિ: બુર્જ ખલીફા તિરંગાના રંગથી રંગાયું

મહાત્મા ગાંધી અને તેમની શિખામણને LED દ્વારા પ્રદર્શિત કરાયા :ભારત સરકારે આભાર વ્યક્ત કર્યો

સંયુક્ત આરબ અમીરાત (UAE) મહાત્મા ગાંધીની જયંતિ પર અનોખી શ્રદ્ધાંજલિ આપતી પોતાની ગગનચુંબી અને વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફાને તેમના અને ભારતના તિરંગાના રંગથી રંગી દીધી હતી  ભારત સરકારે UAEના કામનું સ્વાગત કરતા આભાર વ્યક્ત કર્યો હતો

 

દુબઈમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે ટ્વીટ કર્યું, ‘ગાંધીજીના ઉત્કૃષ્ટ આદર્શ તેમની જયંતિ પર વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પર. આભાર UAE.’ બુર્જ ખલીફા વિશ્વને અંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે સત્ય, અહિંસા અને શાંતિનો સંદેશો આપતી દેખાઈ. આમાં મહાત્મા ગાંધી અને તેમની શિખામણને LED દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યા હતા

  વિદેશ મંત્રાલયે ટ્વિટ કર્યું કે, ‘બુર્જ ખલીફા પર અદભુત LED ડિસ્પ્લે. મહાત્મા ગાંધીના સંદેશની વિશ્વભરતમાં ગૂંજ. વિશ્વના 120થી સ્થળો પર બાપુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.’

(3:12 am IST)