Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગમાં ગુજરાતી યુવક સાજીદ સીદાત પાસેથી 78 લાખની લૂંટ બાદ ગોળી મારી હત્યા

મૂળ સુરતના નાની નરોલી ગામનો વતની:છેલ્લા 10 વર્ષથી જોહનિસબર્ગના લેન્સિયા વિસ્તારમાં રહેતો હતો

અમદાવાદઃ વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યાની ઘટના બની છે દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગમાં ગુજરાતી યુવકની હત્યા કરાઈ છે મૃતક સાજીદ સીદાત મૂળ સુરતના નાની નરોલી ગામનો વતની છે. તે છેલ્લા 10 વર્ષથી જોહનિસબર્ગના લેન્સિયા વિસ્તારમાં રહેતો હતો

   સાજીદ સીદાત ત્યાં એક સીગારેટની ફેક્ટરીમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. લૂંટારૂઓ દ્વારા સાજીદની કારનો પીછો કરવામાં આવ્યો હતો. લૂંટારૂઓએ સાજીદ પાસેથી 78 લાખની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ તેના પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સાજીદને પેટ, ગળાના ભાગે ગોળી વાગતા તેનું મૃત્યુ નીપજ્યું છે. ઘટનાની જાણ થતા સુરત નજીક રહેતો તેનો પરિવાર ચિંતામાં આવી ગયો છે

(1:22 am IST)