Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

'દશેરા-રાવણ દહન-દિવાળી મેલા': યુ.એસ.માં ફેડરેશન ઓફ ઇન્ડો અમેરિકન્સના ઉપક્રમે ૬ ઓકટો.ના રોજ અલામેડા કાઉન્ટી ફેરગ્રાઉન્ડસ મુકામે થનારી ઉજવણી

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં ફેડરેશન ઓફ ઇન્ડો અમેરિકન્સના ઉપક્રમે અલામેડા કાઉન્ટી ફેરગ્રાઉન્ડસ, ૪૫૦૧ એવન્યુ, પ્લીઝેન્ટન કેલિફોર્નિયા મુકામે ૬ ઓકટો. ૨૦૧૮ના રોજ દશેરા તથા દિવાળી મેલાનું આયોજન કરાયું છે. જેનો સમય સવારે ૧૧ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધીનો રહેશે.

ઉત્સવની ઉજવણી અંતર્ગત રાવણ દહન, ફટાકડાની આતશબાજી, લેશર શો સહિતના આયોજનો કરાયા છે. ઉપરાંત ડાન્સ કોમ્પીટીશન, પરેડ, FOG મ્યુઝીક બેન્ડ સહિતનું પણ આયોજન કરાયું છે. બાળકો માટે પણ મનોરંજનની વ્યવસ્થા કરાઇ છે. તેમજ વેલનેસ પોસ્ટ એકસ્પો, ફ્રી વેલનેસ ફેર, ફ્રી ફલુ રસી સહિતના આયોજનો કરાયા છે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(9:34 pm IST)