Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

બ્રિટન આવતા વિદેશી કુશળ કર્મચારીઓના વેતન સુધારવા વિચારણા કરાશે: વિઝા પોલિસીમાં ફેરફાર કરવાની તૈયારી : યુરોપીઅન યુનિઅનમાંથી જુદા પડ્યા પછી વિદેશી બુદ્ધિધનને આકર્ષવાનો હેતુ

લંડન : યુરોપીઅન યુનિઅનમાંથી જુદા પડ્યા પછી બ્રિટનમાં વિદેશી બુદ્ધિધનને આકર્ષવા તેઓના વેતનમાં ફેરફાર કરતી નવી વિઝા પોલિસી અમલી બની શકે છે. તેવું રાજ્યકક્ષાના મિનિસ્ટર શ્રી સાજીદ જાવીદએ આજરોજ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મેં પણ અગાઉ વિઝા પોલિસીમાં ફેરફાર કરવાની વાત જણાવી હતી જે હવે આગામી દિવસોમાં અમલી બની શકે તેવું જાણવા મળે છે.

(8:29 pm IST)