Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

''ચેરીટી મેલા એન્ડ પિકનિક''ઃ યુ.એસ.માં સિંધી એશોશિએશન ઓફ સાઉધર્ન કેલિફોર્નિયાના ઉપક્રમે આવતીકાલ ૩૦ સપ્ટેં.રવિવારના રોજ કરાયેલું આયોજનઃ તમામ માટે વિનામૂલ્યે પ્રવેશઃ ડોનેશનનો ઉપયોગ સાધુવાસવાણી મિશન દ્વારા કેરાલાના અસરગ્રસ્તો માટે કરાશે

કેલિફોર્નિયાઃ અમેરિકામાં સિંધી એશોશિએશન ઓફ સાઉધર્ન કેલિફોર્નિયાના ઉપક્રમે આવતીકાલ ૩૦ સપ્ટેં. રવિવારના રોજ ચેરીટી મેલા એન્ડ પિકનિકનું આયોજન કરાયું છે.

સિંધુ સેન્ટર, ૧૪૧૧૭, કલર્કડેલ એવ, કેલિફોર્નિયા મુકામે યોજાનારા આ મેલા તથા પિકનિકનો સમય બપોરે ૧૨ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જેમાં તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ છે તથા આ તકે મળનારા ડોનેશનનો ઉપયોગ સાધુ વાસવાણી મિશન દ્વારા કેરાલાના પૂરથી અસરગ્રસ્ત લોકોના લાભાર્થે કરાશે.

(9:27 pm IST)