Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

યુ.એસ.માં કનેકટીકટ સ્ટેટ હાઉસના પ્રતિનિધિ તરીકે ભારતીય અમેરિકન મહિલા સુશ્રી સુજાતા ગડકરને સમર્થન આપોઃ કોમ્યુનીટીના પ્રશ્નોને વાચા આપવા GOPIOના ઉપક્રમે યોજાયેલા ગ્રીટ એન્ડ મીટ પ્રોગ્રામમાં હોદેદારોનો અનુરોધ

 

કનેકટીકટઃ યુ.એસ.માં કનેકટીકટના ૧૨૩મા ડીસ્ટ્રીકટમાંથી સ્ટેટ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવ માટેની ચૂંટણી લડી રહેલા ભારતીય અમેરિકન મહિલા ડેમોક્રેટ ઉમેદવાર સુશ્રી સુજાતા ગડકરના સમર્થન માટે ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલઓફ  ઇન્ડિયન ઓરીજીન (GOPIO) કનેકટીકટ ચેપ્ટરના ઉપક્રમે ૨૦ સપ્ટેં.ના રોજ ગ્રીટ એન્ડ મીટ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું

 

પ્રોગ્રામમાં GOPIO ચેરમેન ડો.થોમસ અબ્રાહમએ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોમ્યુનીટી માટે કરાતી વિવિધ સેવાકીય પ્રવૃતિઓનો અહેવાલ આપ્યો હતો.

કનેકટીકટ ચેપ્ટરના પ્રેસિડન્ટ સુશ્રી અનિતા ભટ્ટએ રાજકિય ક્ષેત્રે કોમ્યુનીટીના પ્રશ્નોને વાચા આપવા ઓર્ગેનાઇઝેશન ભારતીય ઉમેદવારોને સમર્થન આપવા તત્પર હોવાનું જણાવ્યું હતું તથા સુશ્રી સુજાતા ગડકર ચૂંટાઇ આવે તે માટે કટિબધ્ધ થવા અનુરોધ કર્યો હતો.

સુશ્રી સુજાતા ૬ નવેં.ના રોજ યોજાનારી જનરલ ચૂંટણીમાં વર્તમન રિપબ્લીકન પ્રતિનિધિનો મુકાબલો કરશે.

(9:26 pm IST)