Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

'' ગાંધીઃ ધ ઇયર્સ ધેટ ચેન્જડ ધ વર્લ્ડ 1914-1948 '' ર ઓકટો. ના રોજ મહાત્મા ગાંધીની ૧પ૦ મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી પ્રસંગે IACC ના ઉપક્રમે રામચંદ્ર ગુહા લિખિત પુસ્તકનું લોંચીગ કરાશે

 

ન્યુયોર્કઃ મહાત્મા ગાંધીની ૧પ૦ મી જન્મ જયંતિ વર્ષની  ઉજવણી નિમિતે યુ.એસ. માં ઇન્ડો અમેરિકન આર્ટસ કાઉન્સીલ ઇન્કના ઉપક્રમે ર ઓકટો. ર૦૧૮ ના રોજ બુક લોંચીંગનું આયોજન કરાયું છે.  રામચંદ્ર ગુહા લિખિત '' ગાંધી '' ધ ઇયર્સ ધેટ ચેન્જડ ધ વર્લ્ડ 1914-1948 '' નું વિમોચન DAG મોડર્ન ફુલ્લર બિલ્ડીંગ, ૪૧ ઇસ્ટ  પ૭મી સ્ટ્રીટ ન્યુયોર્ક મુકામે કરાશે જેનો સમય સાંજે ૬.૩૦ થી ૮.૩૦  રાખવામાં  આવ્યો છે જે આલ્ફ્રેડ એનોયના સહયોગથી યોજાશે.

આ તકે  પ્રોફેસર એસ.એન. શ્રીધર રામચંદ્ર ગુહાનો  પરિચય આપશે.  શ્રી ગુહા તેમના પુસ્તક વિષે ૪પ મિનિટ સુધી ઉદબોધન કરશે. જે અંતર્ગત પ્રશ્નોતરી નો પણ સમાવેશ કરાશેશ.

જનરલ પ્રવેશ માટે  ટિકિટના દર રપ ડોલર છે. જયારે IAAC  મેમ્બર તથા સ્ટુડન્ટસ માટે ૧૦ ડોલરની ટિકિટ છે. તથા પ૦ ડોલરની વાર્ષિક મેમ્બરશીપ સાથે વિનામૂલ્યે પ્રવેશ મળશે.

પુસ્તકના પોસ્ટ લોંચીંગ બાદ વાઇન રીસેપ્શન દરમિયાન વેચાણ  માટે મુકાશે.

રામચંદ્ર ગુહા પોલિટિકલ તથા હીસ્ટરી રાઇટર છે. જેમણે ગાંધી બિફોર ઇન્ડિયા પુસ્તક લખેલું છે. તેઓ તેમના આ બીજા પુસ્તક '' ગાંધી'' ધ ઇયર્સ ધેટ ચેન્જડ ધ વર્લ્ડ ''  ના વિમોચન પ્રસંગે ન્યુયોર્ક આવશે.

રામચંદ્ર ગુહાએ પલે તથા સ્ટેનફોર્ડ યુનિવિઁર્સટી સહિત વિવિધ શૈક્ષણિક સંકુલોમાં ભણાવેલ છે.  જયારે શ્રી એસ.એન. શ્રીધર સેન્ટર ફોર ઇન્ડિયા સ્ટડીઝના ફાઉન્ડીંગ ડીરેકટર છે. તેમણે અનેક પુસ્તકોનું  એડિટીંગ કરેલું છે.

ર ઓકટો. ના રોજ હાજરી આપવા IAAC   એ આમંત્ર પાઠવ્યું છે.

(11:06 pm IST)