Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

'' સેવ કેરાલા ': ભારતના કેરાલામાં પાણીના પૂરએ મચાવેલા હાહાકારના અસરગ્રસ્તોને મદદ રૃપ થવા યુ.એસ.ના હયુસ્ટનમાં યોજાઇ ગયેલો ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ

હયુસ્ટનઃ ભારતના કેરાળામાં આ વર્ષે પાણીના પૂરએ  મચાવેલા હાહાકારથી અસરગ્રસ્ત લોકોને  મદદ રૃપ થવા યુ.એસ. ના હયુસ્ર્ટનમાં  સ્ટેફોર્ડ સિવિક સેન્ટર ખાતે ' સેવ કેરાલા' ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાઇ ગયો.

સુનંદા પર્ફોમીંગ આર્ટસ સેન્ટરના ર્ડા. સુનંદા નાયરના  યજમાનપદે ૧પ સપ્ટે. ના રોજ યોજાઇ ગયેલ આ ફંડ રેઇઝીંગ પ્રોગ્રામનો હેતુ કેરાલાની સ્કૂલોમાં થયેલા નુકશાનથી સ્ટુડન્સને અભ્યાસમાં મુશ્કેલી ન થાય તે માટે પુસ્તકો સહીતની  મદદ  પૂરી પાડવાનો હતો.  જેઓનું અભ્યાસ માટેનું સાહિત્ય નુકશાનગ્રસ્ત થયુ છે અથવા તો નાશ પામ્યું છે.

આ પ્રસંગે વિવિધ ગૃપો દ્વારા ડાન્સ, કથક, સ્ટોરી, ટેલીંગ ફેશન શો, બોલીવુડ સોંગ્સ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતાં.  કલાકારોને  પ્રોત્સાહન આપવા તથા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ માટે મદદ રૃપ  થવા મેયર, કાઉન્સીલ મેમ્બર્સ, IACCGH પ્રેસિડન્ટ, ICC  પ્રેસિડન્ટ સહિતના મહાનુભાવોએ  હાજરી આપી હતી તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(10:53 pm IST)