Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

મહિલાને 4 કલાક સુધી મોટેલમાં બંધક બનાવી રાખવાના આરોપસર ઇન્ડિયન અમેરિકન મેનેજરની ધરપકડ

જ્યોર્જિયા  : યુ.એસ.ના જ્યોર્જિયા સ્ટેટમાં રીઝવે ખાતે આવેલી મોટેલમાં મહિલાને 4 કલાક સુધી ઇરાદાપૂર્વક  બંધક બનાવી રાખવાના આરોપસર ઇન્ડિયન અમેરિકન મોટેલ મેનેજર 50 વર્ષીય  રવિન્દ્ર એચ.પટેલની ધરપકડ થઇ છે.

ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ ડિપાર્ટમેન્ટ તથા માર્શલ સર્વિસના જણાવાયા મુજબ બંધક બનાવેલી મહિલાને છોડવાના પ્રયત્નોમાં આરોપી સહકાર આપતો ન હોવાથી તેમજ અવરોધરૂપ બનતો હોવાથી તેના રૂમ ઉપર ગેસનો મારો ચલાવી મહિલાને સહી સલામત બહાર બહાર કાઢી શકવામાં સફળતા મળી  હતી.

આરોપીને હેનરી કાઉન્ટી જેલમાં બિન જામીનલાયક વોરંટ સાથે કેદ કરાયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:40 pm IST)