Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

પાકિસ્તાનમાં શીખ યુવતીના અપહરણ અને ફરજીયાત ધર્માંતર મામલે ભારતના દિલ્હીમાં દેખાવો : શીખોની સલામતીની માંગણી સાથે દિલ્હી ખાતે આવેલા પાકિસ્તાની દૂતાવાસ બહાર સૂત્રોચ્ચાર

ન્યુદિલ્હી : પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા ગુરુ નાનકાના સાહેબમાં ગુરુદ્વારાના પુજારીની યુવાન પુત્રીનું બંદૂકની અણીએ અપહરણ કરી ફરજીયાત ધર્માન્તર કરાવી મુસ્લિમ યુવક સાથે શાદી કરાવી દેવાની તાજેતરમાં બનેલી ઘટનાના વિશ્વવ્યાપત પડઘા પડ્યા છે.

આજરોજ ન્યુદિલ્હીમાં આવેલા પાકિસ્તાની દૂતાવાસ બહાર બહોળી સંખ્યામાં શીખો ભેગા થયા હતા તથા પાકિસ્તાનમાં લઘુમતી કોમ શીખ તેમજ હિન્દુઓની દીકરીઓના છાશવારે તથા અપહરણ અને ધર્માન્તર કરાવી ફરજીયાત કરાવી લેવાતા લગ્નો વિરુદ્ધ રોષ વ્યક્ત કરતા સૂત્રોચ્ચાર સાથે સલામતીની માંગણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે 27 ઓગસ્ટ 2019 ના રોજ બનેલી ઘટનામાં અપહરણનો ભોગ બનેલી યુવતીને હજુ સુધી તેના માતાપિતાના ઘેર પરત મોકલાઈ નથી પરંતુ લાહોર ખાતેના આશ્રય સ્થાનમાં રાખવામાં આવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:39 pm IST)