Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

' ચીનને ડહાપણની દાઢ ફૂટી ' : ભારત અને ચીન વચ્ચે વ્યાપારી સબંધો ઘટશે તો બંને દેશને નુકશાન થશે : ભારતે ચીનની એપ્સ ઉપર પ્રતિબંધ મુક્યા પછી રંગીન ટી.વી.ની આયાત ઉપર પણ રોક લગાવતા ચાઈનીઝ રાજદૂતનું ઉદબોધન

ન્યુદિલ્હી : ગલવાન ઘાટીમાં ચાલી રહેલા ચીન અને ભારત વચ્ચેના ઘર્ષણને ધ્યાને લઇ ભારતે ચીનથી થતી આયાતો ઘટાડી નાખવા ઉપરાંત તેની એપ્સ ઉપર પણ પ્રતિબંધ લગાવતા ભારત ખાતેના ચાઇનીસ રાજદૂતના પગ નીચે રેલો આવ્યો છે.તેને જાણે કે ડહાપણની દાઢ ફૂટી હોય તેવી વાતો કરવા લાગ્યા છે.

તાજેતરમાં  ઈન્સ્ટીટયુટ ઓફ ચાઈનીસ સ્ટડીઝ, દિલ્હી તરફથી થયેલા વેબિનારમાં તેમણે જણાવ્યું હતું કે કોઈ એકને નુકસાન પહોંચાડવાનો વિચાર ન રાખવો જોઈએ. આપણી  અર્થ  વ્યવસ્થા એકબીજા પર ટકેલી છે. તેને બળજબરીથી અલગ કરવી તે ટ્રેન્ડની વિરુદ્ધ છે, તેનાથી માત્ર નુકસાન જ થશે.

તેમણે ઉમેર્યું હતું કે તમે ઈચ્છો કે ન ઈચ્છો, આ ટ્રેન્ડ બદલવો મુશ્કેલ છે. ભારત-ચીન વચ્ચે ટ્રેડ કો-ઓપરેશનથી મોબાઈલ ફોન, હાઉસહોલ્ડ ચીન-વસ્તુઓ, ઈન્ફ્રાસ્ટ્રકચર, ઓટોમોબાઈલ મેકિંગ અને મેડિસિન જેવી ઈન્ડસ્ટ્રીઝનું ડેવલપમેન્ટ વધ્યું છે.

(10:58 am IST)