Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

સિંગાપોરમાં વિરોધ પક્ષના નેતા તરીકે ભારતીય મૂળના શ્રી પ્રીતમ સિંહ ચૂંટાઈ આવ્યા : વાર્ષિક 3 લાખ 85 હજાર ડોલરનું વળતર મળશે : પોતાને મળનારા ભથ્થાની અડધી રકમ ઓછી આવકવાળા લોકો માટે વાપરશે

સિંગાપોર : સિંગાપોરમાં 10 જુલાઈના રોજ થયેલી ચૂંટણીમાં ભારતીય મૂળના 43 વર્ષીય  શ્રી પ્રીતમ સિંહના નેતૃત્વ હેઠળની વર્કસ પાર્ટીએ 10 સીટ ઉપર વિજય હાંસલ કર્યો છે.અને હવે સિંગાપોરના ઇતિહાસમાં સૌપ્રથમવાર ભારતીય મૂળના નેતાને વિરોધ પક્ષના નેતા તરીકે સ્થાન મળ્યું છે.
શ્રી પ્રીતમ સિંહને મળનારા વિશેષાધિકાર મુજબ અન્ય સાંસદો કરતા તેઓને બમણું ભથ્થું  મળશે જે રકમ વાર્ષિક 3 લાખ 85 હજાર સિંગાપુર ડોલર થશે.આ વળતર પૈકી ઇન્કમટેક્સ બાદ કર્યા પછી વધતી રકમમાંથી અડધી રકમ તેઓ ઓછી આવક ધરાવતા લોકો માટે વાપરશે તેવું તેમણે ફેસબુકના માધ્યમથી  જણાવ્યું છે.

(7:04 pm IST)