Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ચીનમાં 3 મહિના પછી કોરોના વાઇરસનો ફરીથી પ્રવેશ : એક જ દિવસમાં 101 કેસ : જે પૈકી ઉઇગર મુસ્લિમ ઇલાકામાં 89 કેસ

બેજિંગઃ : ચીનમાં કોરોના વાયરસે 3 મહિના જેટલા સમય પછી ફરી પછી દેખા દીધી છે.જે મુજબ એક જ દિવસમાં 101 કેસ સામે આવ્યા છે.જે પૈકીમોટા ભાગના એટલેકે 89 કેસ ઉઇગર મુસ્લિમ ઇલાકામાં જોવા મળ્યા છે.
ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય  આયોગના જણાવ્યા મુજબ 101 કેસ પૈકી 98 કેસ સ્થાનિક છે. 3 કેસ વિદેશી લોકોના છે.અને આ 98 કેસ પૈકી 89 કેસ ઉઇગર મુસ્લિમ ઇલાકામાં જોવા મળ્યા છે.જયારે 8 કેસ લિયાઓનિંગ પ્રાંતમાંથી અને 1 કેસ પિચિંગમાં જોવા મળ્યો છે .તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:48 pm IST)