Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

અમેરિકાના ફ્લોરિડામાં ભારતીય મૂળની મહિલા નર્સની ચાકુ મારી હત્યા : પતિ પત્ની વચ્ચેના ઘરેલુ ઝઘડાનો કરૂણ અંજામ

ફ્લોરિડા : અમેરિકાના સાઉથ ફ્લોરિડામાં ભારતીય મૂળની મહિલા નર્સ 26 વર્ષીય મેરિન જોયની ચાકુ મારી હત્યા કરાઈ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ આ મલયાલી મહિલા કોરલ સ્પ્રિંગ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી. જ્યાં હોસ્પિટલ બહાર આ નર્સને ખુદ તેના પતિ 34 વર્ષીય ફિલિપ્સ મેથ્યુએ ઉપરાછાપરી ચાકુના ઘા મારી દીધા હતા.નર્સને લોહી તરબોળ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલે લઇ જવાઈ હતી જ્યાં તેનું મૃત્યુ થયું હતું.
નર્સના પતિ ફિલિપ્સની ધરપકડ થઇ છે.તેણે પોતે પણ પત્નીને ચાકુના ઘા માર્યા પછી પોતાના શરીરમાં પણ ઘા મારતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
હત્યાના કારણમાં ઘરેલુ ઝઘડો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. મહિલા તેના પતિ સાથે અણબનાવ હોવાથી અલગ રહેતી હતી.તથા નોકરી મૂકી દેવાની તૈયારીમાં  હતી.તેના પતિ ઉપર ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો આરોપ લગાવાયો છે.

 

(5:49 pm IST)
  • સુરત પાલિકા કચેરી ખાતે હજારો લોકો ભુખ હડતાલ પર કતાર ગામ ગોટાવાડીના ટેનામેન્ટના રીડેવલમેન્ટ પ્રશ્ને વિવાદ સર્જાયો access_time 12:46 pm IST

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદની બદલી,:નવા DSP તરીકે 2010 બેચના સુનીલ જોશીની નિમણુક access_time 12:53 am IST

  • દેશમાં કોરોનાનો કહેર : છેલ્લા 24 કલાકમાં 54,865 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 17,51,919 કેસ થયા :5,67,205 એક્ટિવ કેસ :કુલ 11,46,879 દર્દીઓ રિકવર થયા :વધુ 852 લોકોના મોત :મૃત્યુઆંક 37,403 થયો :મહારાષ્ટ્રમાં નવા 9601 કેસ : તામિલનાડુમાં 5879 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ: દિલ્હીમાં 1118 કેસ : કર્ણાટકમાં નવા 5172 કેસ :ઉત્તર પ્રદેશમાં 3587 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2589 કેસ :બિહારમાં 3521 નવા કેસ, તેલંગાણામાં 2083 કેસ,રાજસ્થાનમાં 1160 કેસ અને આસામમાં 1457 નવા કેસ અને ઓરિસ્સામાં 1602 કેસ નોંધાયા access_time 12:42 am IST