Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

યુ.એસ.માં સાન રામોન, કેલિફોર્નિયા સીટી કાઉન્‍સીલર તરીકે ઉમેદવારી નોંધાવતા ઇન્‍ડિયન અમેરિકન વ્‍યવસાયી મહિલા સુશ્રી અપર્ણા મેડીરેડ્ડીઃ શહેરને પબ્‍લીક સેફટી તથા વ્‍યાવસાયિક વિકાસ, સાથે નવું નેતૃત્‍વ પુરૂ પાડવાની નેમ

કેલિફોર્નિયાઃ યુ.એસ.સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન વ્‍યવસાયી મહિલા સુશ્રી અપર્ણા મેડીરેડ્ડીએ સાન રામોન, કેલિફોર્નિયા સીટી કાઉન્‍સીલર તરીકે ઉમેદવારી નોંધાવી છે.

સાન રામોન બે એરીયામાંથી સીટી કાઉન્‍સીલર તરીકે મે ૨૦૧૮માં ઉમેદવારી નોંધાવ્‍યા બાદ તેમણે સાન રામોનના કોમ્‍યુનીટી સેન્‍ટરમાં ચૂંટણી કમ્‍પેનનું લોન્‍ચીંગ કર્યુ હતું. જે તકે તેમને સમર્થન આપવા કાઉન્‍સીલ મેમ્‍બર હેરી એમ,પૂર્વ મેયર મેરી લૂ ઓલિવર,સ્‍કૂલ ડીસ્‍ટ્રીકટ બોર્ડ મેમ્‍બર રાચેલ હર્ડ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. તથા નવા નેતૃત્‍વને આવકારવા તત્‍પરતા બતાવી હતી. સુશ્રી અપર્ના સાન રામોનને વ્‍યવસાય ક્ષેત્રે વિકસિત કરવા રહેવા માટે આદર્શન શહેર તરીકે વિકસાવવાની નેમ રાખતા હોવાનું તેમણે જણાવ્‍યું હતું. ઉપરાંત સલામતિ, તેમજ લોકોની જરૂરિયાતો વ્‍યાજબી રીતે સંતોષાય તે જોવા ઉત્‍સુક હોવાનું જણાવ્‍યું હતું. તેઓ છેલ્લા ૨૧ વર્ષથી સાન રામોનમાં વસવાટ કરે છે.

 

(8:46 pm IST)