Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

યુ.એસ.ના લોસ એન્‍જલસમાં વસતા એશિઅન અમેરિકન સિનીયરોએ કેસિનો ટુરનો આનંદ માણ્‍યોઃ AISA આયોજીત ટુરમાં ભજન,ફિલ્‍મીગીતો, કેસિનોમાં રમવાનો આનંદ તથા શોપીંગની મોજ માણી ૫૦ જેટલા સિનીયરો ખુશખુશાલ

 લોસએન્જલસ-કેલિફોર્નિયા સ્થિત ''એશિયન અમેરીકન સિનિયર એશોશન '' (AISA) યોજીત કસિનો નો ટુર.... 

    લોસએન્જલસ-કેલિફોર્નિયા ના એશિયન અમેરીકન સિનિયર એશોશન ના પ્રમુખશ્રી જીતેંદ્ર પટેલ ની રાહબરી હેથળ.. તા.૨૯ મી જુલાઈ ના રોજ લગભગ ૫૦ જેટલા સિનિયર ભાઈ-બહેનો.. મેગલોરીયા પાસે આવેલ પાર્ક એન્ડ ડ્રાઇવ થી બસ મારફતે સવારે વાગે કેલિફોર્નિયા રાજ્ય ની દક્ષિણે LA થી લગભગ ૧૨૦ માઈલ સેનડીઆગો તરફ આવેલા Alpine શહેર માં આવેલ Viejas Casino & Resort પહોંચેલ.... બસ પ્રવસમાં પ્રમુખશ્રી જીતેંદ્રકુમાર-ભારતીબેન પટેલ,ડિરેક્ટરશ્રી નરેશભાઈ પટેલ-જયશ્રીબેન પટેલ ફુડપેકેટ-પાણી વગેરે ની સુંદર વ્યવસ્થા કરેલ...બસમાં અમુક સિનિયર જેવાકે જીતેંદ્ર-ભારતીબેન ભાવસાર,જમનાદાસ કીશડીયા,દીપકભાઈ શાહ,કોકિલાબેન પટેલ,ચંદ્રિકાબેન મિસ્ત્રી તથા ભારતીબેન  વગેરે ભજન,જુની ફિલ્મોના સદાબહાર ગીતો રજુ કરેલ... જે ને સૌ સિનિયરો ખૂબ મન મુકીને દાદ આપી હતી...લગભગ કલાક માં બધા કસિનો પહોચી ગયા હતા... ત્યા પહોંચ્યા બાદ બધા પોતપોતાની રીતે કસિનો માં મુકેલ મશીનો ઉપર રમવા ગોઠવાયા હતા. ત્યાર બાદ અમુક સિનિયર ભાઈ બહેનો અત્રે આવેલ મૉલની વિઝીત કરવા તેમજ ખરીદી કરવા પહોંચી ગયા હતા... લગભગ -૩૦ વાગે સૌ પરત આવવા બસમાં ગોઠવાયા હતા... પ્રવાસમાં સૌને ખૂબ મઝા આવી હતી. આયોજકોને અભિનંદન

તેવું માહિતી તથા તસવીર સાથે શ્રી કાન્‍તિભાઇ મિસ્‍ત્રી, કેલિફોર્નિયાની યાદી જણાવે છે.

(8:34 pm IST)