Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

પાકિસ્તાનમાં 25 વર્ષીય યુવતીનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના આરોપસર ખ્રિસ્તી વ્યક્તિને 22 વર્ષની જેલ : યુવતીનું તેના ઘર પાસેથી જ અપહરણ કરી અજ્ઞાત સ્થળે લઇ ગયો : સતત એક મહિના સુધી બળાત્કાર કર્યો

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં 25 વર્ષીય યુવતીનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના  આરોપસર ખ્રિસ્તી વ્યક્તિને 22 વર્ષની જેલ સજા ફરમાવાઈ છે. આરોપી પોતાના મહોલ્લામાં જ રહેતી યુવતીનું તેના ઘર પાસેથી જ અપહરણ કરી અજ્ઞાત સ્થળે લઇ ગયો હતો. જ્યાં તેના ઉપર સતત એક મહિના સુધી બળાત્કાર કર્યો હતો.

યુવતીના પરિવારે ફરિયાદ નોંધાવતા ખ્રિસ્તી વ્યક્તિ સેમ્સન મસીહની ધરપકડ કરી તેને કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો.

નામદાર કોર્ટે ખ્રિસ્તી આરોપીને યુવતી ઉપર બળાત્કાર ગુજારવાના આરોપસર 15 વર્ષની તથા અપહરણ કરવાના આરોપસર 7 વર્ષની મળી કુલ 22 વર્ષની જેલસજા ફરમાવી હતી તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(1:07 pm IST)