Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ન્યુયૉર્કમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ઇન્ડિયન અમેરિકન શ્રી સૂરજ પટેલે ફરીથી મત ગણતરી કરાવવા કોર્ટના દ્વાર ખખડાવ્યા : પ્રાઈમરી ચૂંટણીમાં નજીકના હરીફ કરતા માત્ર 648 મત ઓછા મળ્યા

ન્યુયોર્ક : ન્યુયોર્કમાં 23 જૂનના રોજ યોજાયેલી કોંગ્રેસની પ્રાઈમરી ચૂંટણીના ડેમોક્રેટ ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન શ્રી સૂરજ પટેલને તેમના પ્રતિસ્પર્ધી કેરોલીન મેલોની કરતા 1.6 ટકા એટલે કે 648 મતો ઓછા મળતા તેમણે ફેર ગણતરી કરાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.શ્રી પટેલને 15825 તથા તેમના હરીફને 16473 મત મળ્યા હતા.
શ્રી પટેલે જણાવ્યા મુજબ ચૂંટણીમાં અનેક પ્રકારની અનિયમિતતાઓ જોવા મળી છે.અનેક મતદારોને બેલેટ પેપર મળ્યા નથી અથવા ઓછી વિગત સાથે મળ્યા છે.અનેક મતો કોવિદ -19 ના કારણે મળી શક્ય નથી.આથી 30 જૂન સુધીમાં પુરી થનારી મત ગણતરી દરમિયાન તેમને 648 મત ઓછા મળતા પરિણામ પહેલા જ તેઓએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:52 pm IST)