Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

' કોવિદ -19 ' : દર પાંચમાંથી બે ઇન્ડિયન અમેરિકન આર્થિક અસલામતી અનુભવી રહ્યા છે : ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા નો સર્વે : એક ડઝન જેટલા કોમ્યુનિટી લીડર્સની પેનલ દ્વારા કરાયેલા વિચાર વિનિમયમાં જાણવા મળેલી વિગતો

વોશિંગટન : અમેરિકામાં કોવિદ -19 ની પરિસ્થિતિ વચ્ચે ઇન્ડિયન અમેરિકન્સના  શા હાલહવાલ છે તે અંગે તાજેતરમાં ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ડાયેસપોરાના ઉપક્રમે કરાયેલા સર્વે અને એક ડઝન જેટલા કોમ્યુનિટી લીડરોની પેનલ દ્વારા કરાયેલા વિચાર વિનિમય અને ચર્ચા દરમિયાન જાણવા મળેલી વિગત મુજબ દર પાંચમાંથી બે ઇન્ડિયન અમેરિકન આર્થિક અસલામતી અનુભવી રહ્યા છે.
આ પેનલમાં સમાવિષ્ટ કોમ્યુનિટી લીડર્સમાં ડો.ભારત બારાઇ ,શ્રી સુરેશ રેડ્ડી ,શ્રી કલ્પેશ જોશી ,શ્રી સંપથ શિવાંગી ,શ્રી નવનીત ચગ ,શ્રી વેન્ક શુક્લા ,શ્રી શ્રીનાથ ,શ્રી વિશાલ ખેરા ,શ્રી મંદર પટ્ટેકર ,તથા શ્રી અમૃતા હૂડે સહિતનાઓનો સમાવેશ થાય છે.ઉપરાંત ભારતના રાજદૂત શ્રી તરંજીત સંધુ,અને પદ્મભૂષણ પ્રોફેસર શ્રી વેદ નંદાનો સમાવેશ થાય છે.
ચર્ચા દરમિયાન જાણવા મળ્યા મુજબ દર પાંચમાંથી બે ઇન્ડિયન અમેરિકનને લાંબા ગાળાની આર્થિક સલામતીની ચિંતા છે.અને કોવિદ -19 મહામારીને કારણે મોટા ભાગના ભારતીયોએ તેમની લાઇફસ્ટાઇલ ફેરવી નાખી છે.30 ટકા ભારતીયોને તેમની નોકરી અને ઇન્ટરશીપ ઉપર જોખમ હોવાનું જણાયું છે.

 

(6:51 pm IST)