Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

" એક બાર ફિર ટ્રમ્પ સરકાર " :" ઇન્ડિયન અમેરિકન્સ ફોર ટ્રમ્પ " ગ્રુપ શરૂ કરાયું : અમેરિકાના આગામી પ્રેસિડન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવા પોલિટિકલ એક્શન કમિટીનું લોન્ચિંગ

વોશિંગટન : અમેરિકાના આગામી પ્રેસિડન્ટ તરીકે ફરી એક વાર ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટી કાઢવા માટે ઇન્ડિયન અમેરિકન્સ ફોર ટ્રમ્પ ગ્રુપનું લોન્ચિંગ કરાયું છે.આ ગ્રુપના નેજા હેઠળ પોલિટિકલ એક્શન કમિટીની રચના કરવામાં આવી છે.જે અમેરિકન્સ ઉપરાંત એશિયા ખંડના વતનીઓની સુરક્ષા અને સમૃદ્ધિ માટે કાર્યરત રહેશે તથા નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી માટે ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રચાર કરશે.
ગ્રુપના ફાઉન્ડર એ.ડી.અમર છે.જેમણે આ અગાઉ 2016 ની સાલમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવે તે માટે ગ્રુપની સ્થાપના કરી હતી.
આ ગ્રુપના મત મુજબ આગામી ચાર વર્ષ માટે ટ્રમ્પ પ્રેસિડન્ટ પદના યોગ્ય ઉમેદવાર છે.જેમણે ચાર વર્ષના સત્તાકાળ દરમિયાન આતંકવાદની નાબુદી માટે પગલાં ભર્યા છે.તેમજ દેશની સમૃદ્ધિ વધારવા અને ઇમિગ્રેશન ક્ષેત્રે સુધારા કર્યા છે.ટ્રમ્પની બરાબરી કરી શકે તેવો કોઈ નેતા દેશમાં નથી.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પના નજીકના હરીફ તરીકે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બૈડન છે.જેઓ અમુક સ્ટેટમાં સરસાઈ પણ ધરાવે છે.

 

(6:24 pm IST)