Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

અઝાન દરમિયાન મસ્જિદોમાં લાઉડ સ્પીકરનો અવાજ ઓછો રાખો : સાઉદી અરેબિયા સરકારનો આદેશ : પ્રજાજનોનો આવકાર : કટ્ટરપંથીઓનો વિરોધ

સાઉદી અરેબિયા : સાઉદી અરેબિયા સરકારએ અઝાન દરમિયાન મસ્જિદોમાં લાઉડ સ્પીકરનો અવાજ ઓછો રાખવાનો આદેશ ફરમાવ્યો છે. સરકારના આ આદેશને આમ જનતાએ વધાવ્યો છે .જયારે કટ્ટરપંથીઓએ સરકારના આદેશ સામે વિરોધ નોંધાવ્યો છે.

અઝાન દરમિયાન લાઉડ સ્પીકરના મહત્તમ વોલ્યુમનો માત્ર ત્રીજા ભાગનો અવાજ હોવો જોઈએ.એટલું  જ નહીં, આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અઝાન  શરૂ કરવાનો  સંકેત આપ્યા પછી લાઉડ સ્પીકર બંધ કરી દેવા જોઈએ. સાઉદી સરકારે કહ્યું કે લાઉડ સ્પીકર ઉપર સંપૂર્ણ નમાઝ પઢવાની  જરૂર નથી. આ હુકમ બાદ સાઉદી અરેબિયા અને મુસ્લિમ દેશોમાં સોશિયલ મીડિયા પર વિવાદ ગરમ થયો છે.

સોશિયલ મીડિયા પર આ ઝુંબેશ પછી સાઉદી અરેબિયાના ઇસ્લામિક બાબતોના પ્રધાન અબ્દુલ લતીફ અલ-શેખે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે મોટા અવાજથી નમાઝ પઢવાનાં કારણે બાળકોની ઊંઘમાં ખલેલ પહોંચે છે  તેવી ઘણાં પરિવારોની ફરિયાદ હતી .તેમણે ઉમેર્યું હતું કે  જે લોકો આઝાનનો પાઠ કરવા માંગે છે, તેઓએ ઇમામના આહવાનની રાહ જોવાની જરૂર નથી.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(11:52 am IST)