Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

અમેરિકામાં પોલીસ દમનથી અશ્વેત વ્યક્તિના મૃત્યુના વિદેશોમાં પડઘા : ઓસ્ટ્રેલિયા તથા યુરોપમાં દેખાવો

કેનબેરા : અમેરિકામાં અશ્વેત વ્યક્તિના પોલીસ હિરાસતમાં દમનથી થયેલા મૃત્યુના અમેરિકા ઉપરાંત વિદેશોમાં પણ પડઘા પડ્યા છે.અમેરિકામા થયેલા દેખાવો હિંસામાં પરિણમ્યા બાદ વિદેશોમાં પણ શાંતિપૂર્ણ દેખાવો કરવાનું શરૂ થયું છે.જે મુજબ ઓસ્ટ્રેલિયા અને યુરોપના દેશોમાં રંગભેદ નાબૂદ કરી તમામને સમાન અધિકાર આપવા તેમજ પોલીસ દમન અટકાવવા સૂત્રો લખેલા બેનરો સાથે દેખાવો કરાયા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:27 pm IST)
  • દિલ્હી બોર્ડર સીલ કરવાના નિર્ણય વિરુદ્ધ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી : 4 જૂનના રોજ સુનાવણી access_time 8:00 pm IST

  • કાશ્મીરમાં વધુ એક આતંકી ઠાર : જમ્મુ- કાશ્મીરમાં ઘુસી આવેલા ૨૦ જેટલા પાકિસ્તાની આતંકીઓને લશ્કર બરાબર પદાર્થપાઠ ભણાવી રહેલ છેઃ ૫ દિવસના મીની યુદ્ધમાં લગભગ ૧૩ આતંકીને ફુંકી માર્યા છેઃ ત્યારે આજે સવારે કાશ્મીરના અવંતીપોરામાં વધુ એક આતંકી ઠાર મરાયો છેઃ અન્ય ૨ થી ૩ને ઘેરી લીધા છેઃ તેની સાથે એન્કાઉન્ટર સવારે ચાલુ હોવાનું સુરેશ ડુગ્ગર જમ્મુથી જણાવી રહ્યા છે access_time 12:46 pm IST

  • ભરૂચ:માંડવા ગામે દારૂ ભરેલી કાર ઝડપી પાડી પોલીસ સ્ટેશન લઈ જતી વેળા અકસ્માત સર્જાતા બે લોકો ઇજાગ્રસ્ત:દારૂ ભરેલી કારની સીટ નિકળી જતા ચાલકે કાબુ ગુમાવ્યો હતો:ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા:બનાવની અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના ચોપડે નોંધ કરાઈ access_time 8:44 am IST