Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

કોરોના વાઇરસ મુદ્દે અમેરિકા સહીત મોટા ભાગના દેશોમાં ચીન વિરુદ્ધ ઉહાપોહ : અમેરિકા તથા ઓસ્ટ્રેલિયા ચીન સાથે વ્યાપાર ઉપર પ્રતિબંધ મૂકે તેવી શક્યતા : લડાખ બોર્ડર ઉપર પણ સૈન્ય તહેનાત કરી ભારતને ભીડાવવાની ચીનની ચાલ

બેજિંગઃ : કોરોના વાઇરસ મુદ્દે વિશ્વને અંધારમાં રાખી જુદા જુદા દેશોના લાખો લોકોના મોત માટે જવાબદાર ગણાતા ચીન વિરુદ્ધ સમગ્ર વિશ્વમાં ઉહાપોહ થવા લાગ્યો છે.અમેરિકા તથા ઓસ્ટ્રેલિયા ચીન સાથે વ્યવસાયિક સબંધો કટ કરી નાખવાની વેતરણમાં છે.તેમછતાં ચીન હજુ સુધી સુધરવાનું નામ લેતું નથી.તેણે ભારત સાથેની લડાખ બોર્ડર ઉપર સૈન્ય ખડકી દીધું છે.જે બાબતે ચીનને પાઠ ભણાવવા અમેરિકાએ મધ્યસ્થી કરવાની તૈયારી બતાવી છે.
ઉપરોક્ત તમામ સંજોગો વચ્ચે ચીન તેની રીતે જ આગળ વધી રહ્યું છે.જે મહાસત્તા બની ગયું હોવાથી વિશ્વને પોતાના કબ્જામાં લેવાની ફિરાકમાં હોય તેવું જણાઈ રહ્યું છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને પણ તેણે પોતાની તરફેણમાં લઇ લીધું હોવાનું જણાય છે.જેથી કોરોના વાઇરસના ફેલાવા મુદ્દે પોતાને નિર્દોષ ગણાવી શકે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:20 pm IST)