Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

" ડાયાબિટીસ અને આનંદિત જીવન " : વર્તમાન જીવનશૈલી ,મેદસ્વીતા ,કસરત વગરનું જીવન ,તથા વારસામાં આવતા આ ' રાજરોગ ડાયાબિટીસ ' વચ્ચે આનંદિત જીવન જીવવાનો રાજમાર્ગ બતાવતો વેબિનાર ગુજરાતી ભાષામાં : 31 મે ના રોજ આયોજિત ઝૂમ મિટિંગમાં ફેસબુકના માધ્યમથી જોડાવાની તક : ડો.કમલ પરીખ ,તથા ડો.પ્રદીપ કણસાગરનું માર્ગદર્શન મેળવવાનો લહાવો

યુ.એસ. : ડાયાબિટીસ એ  આપણો " રાજરોગ " છે. તેના વિષે આપણે જાણવું જ જોઈએ . વિશ્વમાં આ  રોગથી પીડાતા લોકોનો દર બહુ ઝડપથી વધી રહ્યો છે.સૌથી વધારે ચિંતા જે વ્યક્તિનું નિદાન નથી થયું તેની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં વધી રહી છે.જેનું મુખ્ય કારણ આપણી જીવનશૈલી ,જંક ફૂડ  ,મેદસ્વીતા ,અને કસરત વગરનું જીવન . આ રોગથી હૃદયરોગ ,અંધત્વ ,કિડની ,અને મગજના રોગોનું પ્રમાણ ચિંતાજનક વધી રહ્યું છે.ચાલો બધા ભેગા મળીને આ રોગની સાથે આનંદિત જીવન કેમ જીવવું તે જાણીએ .
આ માટે 31 મે 2020 ના રોજ ઝૂમ મિટિંગ દ્વારા ફેસબુકના માધ્યમથી  વેબિનારનું આયોજન કરાયું છે.જેમાં ડો.કમલ પરીખ તથા ડો.પ્રદીપ કણસાગરનું માર્ગદર્શન મળશે. જેનો સમય ભારતમાં રાત્રે 9-30 કલાકે ( ist )યુ.એસ.એ.માં 12 p.m.EST /11 a.m. CST / 10 a.m.MST /9 a.m.PST છે.ઝૂમ મિટિંગ આઈડી 889 7128 9562  /Pwd  420751 સાથેના  ગુજરાતીમાં યોજાનાર આ  વેબિનારમાં  જે મિત્રો મેદસ્વીતા ,અનિયમિત જીવનશૈલી ,કુટુંબમાં કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય ,ઉપરાંત જે લોકોને ડાયાબિટીસની સારવાર ચાલે છે તેવા લોકોએ ખાસ જોડાવું જોઈએ.આ વેબિનારમાં જેને આ રોગ હજુ નથી અને વારસાગત રીતે અથવા અનિયમિત જીવનશૈલી ,કે મેદસ્વિતાને કારણે આવવાની શક્યતા છે તેની માહિતી આપવામાં આવશે.
વેબિનારનું આયોજન ડો.કાન્તિ ભાલાની  ,ડો.સી.ડી.લાડાણી ,શ્રી ભાસ્કર સુરેજા ,શ્રી ચતુર છાંભાયા,શ્રી સંજય કાલાવડીયા ,શ્રી કાન્તિ ઘેટીયા ,શ્રી જય જિમ્મી પટેલ ,તથા શ્રી દિલીપ વાછાણી દ્વારા કરાયું છે.જે જોય એકેડેમી દર્શન કણસાગરના યજમાનપદે કરાયું હોવાનું જાણવા મળે છે.

(7:03 pm IST)