Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

યુ.એસ.ની પેન્‍સિલ્‍વેનિઆ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડન્‍ટ તરીકે ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી મેઘા નાર્વેકરની નિમણુંકઃ ૧ જુલાઇ ૨૦૧૯ થી હોદો સંભાળશે

પેન્‍સિલ્‍વેનિઆઃ યુ.એસ.ની પેન્‍સિલ્‍વેનિઆ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડન્‍ટ તથા સેક્રેટરી તરીકે ઇન્‍ડિયન અમેરિકન મહિલાસુશ્રી મેઘા નાર્વેકરની પસંદગી થઇ છે. તેઓ ૧ જુલાઇથી હોદો સંભાળશે.

સુશ્રી મેઘાએ આ યુનિવર્સિટીની ડેવલપમેન્‍ટ એન્‍ડ એલ્‍યુમ્‍ની  રિલેશન્‍શ ઓફિસમાં ૩૨ વર્ષ સુધી સેવાઓ આપેલી છે. જેમાં છેલ્લે તેઓ સિનીઅર એશોશિએટ વાઇસ પ્રેસિડન્‍ટ તરીકે જવાબદારી સંભાળતા હતા. તેમની ઉપરોક્‍ત હોદા ઉપરની સફળતા ભરી કામગીરીને ધ્‍યાને લઇ તેઓને યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડન્‍ટ તથા સેક્રેટરી બનાવાયા છે.

(8:54 pm IST)