Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

સિંગાપોરમાં ઘરકામ કરતી ભારતીય મૂળની મહિલાએ માલિકણ વિરૂધ્‍ધ નોંધાવેલી ફરિયાદમાં અતિશયોક્‍તિ હોવાનું જણાયું: જાન્‍યુ ૨૦૧૭માં નોંધાવેલી ફરિયાદમાં પોતાને માર માર્યાનો તથા છરીથી હુમલો કર્યાનો આરોપ હતોઃ માલિકણને દોષમુક્‍ત ગણતી જીલ્લા કોર્ટ

સિંગાપોરઃ સિંગાપોરમાં ઘરકામ કરતી ભારતીય મૂળની મહિલા ૨૮ વર્ષીય રાજીન્‍દરએ જાન્‍યુ ૨૦૧૭માં પોતાની માલિકણ ૪૩ વર્ષીય મેડમસિંહ મનુ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં માલિકણે પોતાના વાળ ખેંચી ધક્કો મારી છરી વડે હુમલો કરવાનો તથા પિટાઇ કરવાનો આરોપ હતો.

જેના અનુસંધાને જીલ્લા ન્‍યાયધીશે ફરિયાદમાં અતિશયોક્‍તિ હોવાનું જણાવી આરોપી દોષમુક્‍ત ગણતો ચૂકાદો આપ્‍યો હતો. તેવું સમાચાર સૂત્રો જાણવા મળે છે.

(8:52 pm IST)