Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

યુ.એસ.ના ''પે એન્ડ સ્ટે'' વીઝા કૌભાંડમાં સપડાયેલા ભારતના ૧૨૯ સ્ટુડન્ટસની વહારે વિદેશ મંત્રાલયઃ હિરાસતમાં લેવાયેલા આ તમામ વિદ્યાર્થીઓને મુકત કરાવવાનું કામ અગ્રસ્થાનેઃ વિદેશ મંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજનો ટિવટર સંદેશ

વોશીંગ્ટનઃ અમેરિકાની ફેક યુનિવર્સિટીમાં ''પે એન્ડ સ્ટે'' વીઝા કૌભાંડના માધ્યમથી એડમિશન લેવાના આરોપસર હિરાસતમાં લેવાયેલા ભારતના ૧૨૯ સ્ટુડન્ટસને તાત્કાલિક છોડાવવાના કાર્યને અગ્રતા અપાશે. તેવું વિદેશ મંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજએ ટ્વિટરના માધ્યમ દ્વારા જણાવ્યું છે.

આ માટે એક નોડલ ઓફિસરની પણ નિમણુંક કરવામાં આવી છે. તેમજ યુ.એસ.ખાતેના ભારતના દૂતાવાસએ આ વિદ્યાર્થીઓ માટે સપ્તાહના સાતે દિવસ ચોવીસ કલાક રાઉન્ડ ધ કલોક હોટલાઇન સર્વિસ શરૂ કરી દીધી છે. જે માટે દૂતાવાસના ૨ કોન્ટેક નં.૨૦૨-૩૨૨-૧૧૯૦ તથા ૨૦૨-૩૪૦-૨૫૯૦ ચોવીસે કલાક ચાલુ રાખવામાં આવ્યા છે. ઉપરાંત cons3.washington@mea.gov.in દ્વારા પણ સંપર્ક સાધી શકાય છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

(9:53 pm IST)