Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

યુ.એસ.ના વર્જીનીઆમાં ઇન્‍ડિયન અમેરિકન માતા તથા પુત્ર મૃતક હાલતમાં મળી આવ્‍યા : ૬૫ વર્ષીય મહિલા સુશ્રી માલા તથા ૩૨ વર્ષીય પુત્ર રિષીનો મૃતદેહ નિવાસ સ્‍થાનમાંથી મળી આવતા પોલીસ તપાસ ચાલુ

વર્જીનીયા : યુ.એસ.ના વર્જીનીઆમાં  ઇન્‍ડિયન અમેરિકન મહિલા ૬૫ વર્ષિય સુશ્રી માલા માનવાણી તથા તેનો પુત્ર ૩૨ વર્ષીય રિષી માનવાણી ૩૧ જાન્‍યુ. ૨૦૧૮ના રોજ તેમના નિવાસ સ્‍થાનેથી મૃતક હાલતમાં મળી આવ્‍યા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

માતા પુત્ર બંનેનું મોત ગોળીબારથી થયું છે. જે અંગે પોલીસ તપાસ ચાલુ છે. સુશ્રી માલા ઇન્‍ફોર્મેશન ટેકનોલોજી કંપનીમાં ટેક્ષ એકાઉન્‍ટન્‍ટ તરીકે કામ કરતા હતાં. તથા તેમનો પુત્ર રિષી ડેટા સેન્‍ટરમાં ટેકનીશીયન તરીકે કામ કરતો હતો.    

(9:46 pm IST)