Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

દક્ષિણ સુદાનમાં ભારે પુરથી 10 લાખ લોકો બેઘર : ગંદુ પાણી પીવા અને ઝાડના પાંદડા ખાવા મજબુર

સુદાન : દક્ષિણ સુદાનમાં ભારે પુરથી 10 લાખ લોકો બેઘર બન્યા હોવાનું જાણવા મળે છે.આ વિસ્થાપિતો પુરનું ગંદુ પાણી પીવા અને ઝાડના પાંદડા ખાવા મજબુર બન્યા છે.

આ પીડિતોના જણાવ્યા મુજબ આવો  પૂર પ્રકોપ તેમણે આ અગાઉ ક્યારેય જોયો નથી.તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી વિખુટા પડી ગયા છે.

9 બાળકોની માતા તેવી એક મહિલાએ જણાવ્યું હતું કે તે પ્રાઈમરી સ્કૂલમાં આશરો લઈને પોતાના બાળકો સાથે રહે છે.તથા જંગલના લાકડા વેચીને ગુજરાન ચલાવે છે.તેઓ સંયુક્ત રાષ્ટ્રની માનવસહાયતા  એજન્સીની મદદ ઉપર આધારિત છે.ગંદુ પાણી પીવાથી તેના બાળકો પણ બીમાર પડવા લાગ્યા છે.તેમના માટે કોઈ પ્રકારની આરોગ્ય સુવિધા પણ ઉપલબ્ધ નથી.અનેક લોકો મરી ગયા છે.તથા અનેક લોકો મેલેરિયા અને ડાયેરિયાની બીમારીથી પીડાઈ રહ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(7:46 pm IST)