Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

ઇન્ડો અમેરિકન પ્રેસ કલબના ચેરમેન તરીકે theunn.comના કો-ફાઉન્ડર પ્રો.જોસેફ એમ ચલીલની પસંદગી

ન્યુયોર્કઃ યુ.એસ.ના ઇન્ડો અમેરિકન પ્રેસ કલબ (IAPC)ના બોર્ડ ઓફ ડીરેકટર્સ ચેરમેન તરીકે યુનિવર્સલ ન્યુઝ નેટવર્ક www.theunn.comના કો-ફાઉન્ડર પ્રોફેસર જોસેફ  એમ ચલીલની પસંદગી થઇ છે.

અમેરિકામાં વસતા ભારતીયોના પ્રશ્નોને વાચા આપતા તથા સમાચારોથી વાકેફગાર કરતા UNNના કો-ફાઉન્ડર પ્રોફેસર જોસેફે અનેક સંશોધન પેપર્સ લખેલા છે. તેઓ હેલ્થકેર એડવાઇઝરી બોર્ડના ચેરમેન છે. તથા ફલારિડા સ્થિત તોવા સાઉથ ઇસ્ટર્ન યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે.

(8:50 pm IST)