Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

યુ.એસ.ના કેલિફોર્નિયામાં શીખ અમેરિકન ટેકસી ડ્રાઇવર ઉપર વંશીય હુમલોઃ ૫૭ વર્ષીય ઇજાગ્રસ્ત ડ્રાઇવર બલજીતસિંઘ હોસ્પિટલમાં દાખલ

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં સ્થાયી થયેલા ઇન્ડિયન અમેરિકન બલજીતસિંઘ સિધ્ધુ ઉપર વંશીય હુમલો થયાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ ટેકસી ડ્રાઇવર તરીકે કામ કરતા ૫૭ વર્ષીય સિધુ ઉપર રિચમન્ડ કેલિફોર્નિયા મુકામે તેના નિવાસ સ્થાનની બહાર કાર પાર્કીગ કરતી વખતે એક અજાણ્યા શખ્સે હુમલો કર્યો હતો. જે તેની દાઢી, પાઘડી સહિતના દેખાવને કારણે થયો હોવાનું તેણે જણાવ્યું હતું.

હુમલાને કારણે સિંધને અનેક ઇજાઓ થઇ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ.

૧૫ ડિસેં.થી આ ઘટનાને ધ્યાને લઇ શીખ સમાજે આ હુમલાને ''હેટ ક્રાઇમ' ગણી તપાસ કરવાની માંગણી કરી છે.

(8:47 pm IST)