Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

"Power of Seva": અમેરિકામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ન્યુજર્સી ખાતે " બાલ સંસ્કાર શિબિર " યોજાઈ : પાવર ઓફ સેવાના થીમ સાથે બાળકોને સેવા માટે પ્રેરિત કરાયા

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી :  તારીખ, ડિસેમ્બર 21 2019 અને ડિસેમ્બર 22 2019 ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ન્યુજર્સી ખાતે બાલ સંસ્કાર શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું

શિબિરમાં "Power of Seva"ના થીમ ઉપર સંતો અને શિક્ષકોએ બાળકોને સેવા માટે પ્રેરિત કર્યા હતા. શિબિરની શરૂઆત માં પૂજ્ય આનંદ સ્વામી સેવા નો મહિમા દર્શાવતાં  સેવા શા માટે કરવી જોઈએ તેના ઉદાહરણ સહિત શિબિરનો પ્રારંભ કર્યો હતો ત્યાર બાદ શ્રી દિપકભાઈ પટેલ અને મહિલા શિક્ષકોએ સેવા નો મહિમા અને સેવા શા માટે કરવી જોઈએ અને સેવાથી નાશ થનારા આંતર શત્રુઓની વિગતવાર છોકરાઓને સમજણ આપી હતી  સવારના શૈક્ષણિક સેશન બાદ વિદ્યાર્થીઓ થાળ અને માનસિક પૂજા કરી બપોરે બે કલાકની રમતગમતના શેશનમાં જોડાયા હતા.રમત-ગમતો પણ સેવાના theme ઉપર આધારિત હતી

બપોરે ઠાકોરજીના ઉત્થાપન બાદ બાળકોએ કીર્તન ભક્તિ માં જોડાયા હતા ત્યારબાદ સાંજના ચાર થી વાગ્યામાં છોકરાઓને પ્રેક્ટીકલ રૂપે સેવા કરવામાં પ્રેરણા માટે શિક્ષકોએ 6 સ્ટેશનોની યોજના કરી હતી

 એક એક સેન્ટરમાં છોકરાઓ જાતે સેવા કરી બીજાને ફાયદારૂપ કેમ બને તેનું જ્ઞાન મેળવ્યું હતું

 આ 6 સ્ટેશનમાં પહેલા સ્ટેશનમાં છોકરાઓએ કેન્સરથી પીડિત બાળકો માટે શુભેચ્છાઓ rupay card મોકલ્યા હતા બીજા સ્ટેશનમાં પોતે કચરો ભેગો કરી  સેવા કરી હતી ત્રીજા સેશનમાં ગુરુકુલ સ્ટોરમાં વેચવામાં વેચવા માટે પોતાના હાથે બુક માર્ક બનાવ્યા હતા આવી રીતે વિવિધ સ્ટેશનોમાં છોકરાઓ ભાગ લઇ સેવાથી પરિચિત થયા

 આવી રીતે પ્રથમ દિવસનો કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

શિબિરનો બીજો દિવસ સ્વામિનારાયણ મહામંત્રના પ્રાગટ્યનો પણ દિવસ હતો

સૌ પ્રથમ પૂજ્ય ભગવત ચરણ સ્વામીએ  મંત્રનો મહિમા કહી  બાળકોને સ્વામિનારાયણ નામ વહાલું લાગે કીર્તન ગવરાવી  સૌને કીર્તન કંઠે કરવાની પ્રેરણા કરી હતી

ત્યારબાદ સવારમાં શ્રી વિશાલભાઈ ગોંડલીયાએ બધા બાળકોને સંતો અને મહિલા શિક્ષકો દ્વારા દીકરાઓને અને દીકરીઓને Gurukul hoodie પ્રદાન કરી હતી

પ્રથમ સેશનમાં સેવા ક્યાં થઈ શકે અને સેવક ના લક્ષણો શું હોય તેની વિગતવાર સમજણ શિક્ષકોએ બાળકોને આપી હતી પ્રથમ દિવસની જેમ થાળ અને ભોજન પ્રસાદ પછી બાળકો ઇન્ટરેક્ટિવ સ્ટેશનમાં જોડાયા હતા અને સાંજની સભા પછી પ્રસાદ લઈ છુટા પડ્યા

શિબીરમાં ખાસ શ્રી કેયુરબાઈ પટેલ, જીગ્નેશભઇ માંગરોળીયા, શ્રી શ્રેયાંસભાઈ સાકરીયા ડલ્લાસથી પધારીને માર્ગ દર્શન આપ્યું હતું.

શિબિરને સફળ બનાવવામાં શ્રી વિશાલભાઈ ગોંડલીયા, શ્રી ભાવેશભાઈ ગોંડલીયા, શ્રી દીપકભાઈ પટેલ,શ્રી સંજયભાઈ જોબનપુત્રા, શ્રી ભૂમેશભાઈ સાવલિયા, તથા મહિલા મંડળના ભક્તોએ વિશેષ મહેનત કરી હતી.તેવું ગુરુકુળની યાદીમાં જણાવાયું છે.

 

 

 

(12:22 pm IST)