Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

અમેરિકામા કાયમી વસવાટ માટે અપાતા ગ્રીનકાર્ડ ઉપરની દેશ દીઠ 7 ટકાની મર્યાદા હટવાની શક્યતા : આવતીકાલ 3 જાન્યુ 2019 ના રોજ મળનારી સંસદમાં પ્રસ્તાવ મુકવાની તૈયારી : ભારતીયો માટે હવે ઝડપથી ગ્રીન કાર્ડ મેળવવાનો માર્ગ મોકળો થઇ શકશે

વોશિંગટન : અમેરિકામાં H -1B વિઝા મેળવી કાયમી નાગરિકત્વની રાહ જોઈ રહેલા ભારતીયો માટે સારા સમાચાર છે.જે મુજબ આવતીકાલ 3 જાન્યુ 2019 ના રોજ મળનારી સંસદમાં આ માટે  પ્રસ્તાવ મુકવાની તૈયારી કરાઈ હોવાનું જાણવા મળે છે.

 ઉલ્લેખનીય છે કે હાલમાં ગ્રીનકાર્ડ માટે દેશ દીઠ 7 ટકાની મર્યાદા છે.પરિણામે  H -1B વિઝા મેળવી કાયમી નાગરિક થવાની રાહ જોઈ રહેલા ભારતીયોને વર્ષો સુધી કાયમી નાગરિકત્વ દિવા સ્વપ્ન સમાન હતું જે હવે વાસ્તવિકતામાં પરિણામી શકવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.આ માટે કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસ તથા યુ.એસ. સિટિઝનશીપ એન્ડ  ઇમિગ્રેશન સર્વિસ દ્વારા રિપોર્ટ તૈયાર કરાયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:53 pm IST)