Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

કેનેડામાં વસતા પંજાબના NRI વતનના ખેડૂતોની વહારે : દિલ્હીમાં શાંતિપૂર્વક દેખાવો કરી રહેલા ખેડૂતો ઉપર સરકારે કરેલા દમન સામે વિરોધ નોંધાવ્યો : લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધ કરવાનો નાગરિકોનો અધિકાર છે : ખેડૂતોને મદદરૂપ થવા 50 હજાર કેનેડિયન ડોલર ( અંદાજે 25 લાખ રૂપિયા ) મોકલ્યા

ન્યુદિલ્હી : કૃષિ ધારાના વિરોધમાં પંજાબ સહિતના રાજ્યોમાંથી દેખાવો કરવા માટે દિલ્હી આવેલા ખેડૂતો ઉપર સરકારના દમન સામે વિદેશોમાં વસતા પંજાબ રાજ્યના ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે.

કેનેડા સહિતના દેશોમાં વસતા પંજાબના આ ખેડૂતો હવે ખુલ્લેઆમ પોતાના વતનીઓની વહારે આવી ગયા છે.તથા તેઓના ભોજન સહિતની વ્યવસ્થા માટે તથા  લંગરના આયોજન માટે કેનેડાના વર્લ્ડ ફાઇનાન્સ ગ્રુપના રાજા ધાલીવાલે 50 હજાર કેનેડિયન ડોલર એટલેકે અંદાજે  25 લાખ રૂપિયાનું ફંડ મોકલ્યું છે.જે ખાલસા એઇડના રવિ સિંઘને મોકલવામાં આવ્યું છે.

આ બાબતે રાજા ધાલીવાલે વિડિઓ વાઇરલ કરી વતનના ખેડૂતોને આર્થિક ,તથા રાજકીય સમર્થન આપવાની ઘોષણાં કરી છે.તથા વતનના ખેડૂતો માટે ચિંતા વ્યક્ત કરી છે.

કેનેડાના ડિફેન્સ મિનિસ્ટર હરજિત સજ્જન ,એનડીપી લીડર જગદીપ સિંઘ ,યુ.કે.ના એમ.પી.તનમનજીત સિંઘ ,તેમજ ઇટાલી ,યુ.એસ.,સહિતના જુદા જુદા દેશોમાં વસતા પંજાબના વતનીઓએ  કૃષિ ધારા વિરુદ્ધ શાંતિપૂર્ણ દેખાવો કરનાર ખેડૂતો ઉપર સરકારના દમનનો વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે લોકશાહીમાં શાંતિપૂર્ણ દેખાવો કરવાનો નાગરિકોનો હક્ક છે.અમે આ ખેડૂતોની સાથે છીએ તેવું ધ ટ્રિબ્યુન દ્વારા જાણવા મળે છે.

 

(8:30 pm IST)