Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

યુ.એસ.માં શ્રી સ્વામિનારાયણ મંદિર સિકોસસ ખાતે ૧૮ નવેં.૨૦૧૮ના રોજ યોજાઇ ગયેલો નિઃશુલ્ક હેલ્થકેમ્પઃ ૩૫૦ ભાઇ બહેનોએ લાભ લીધો

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ તા.૧૮-૧૧-૨૦૧૮ને રવીવારના રોજ સિકોકસ શ્રી સ્વામીનારાયણ મંદિરના સ્વામી બાપા હોલ ખાતે ભવ્ય હેલ્થ કેમ્પનું આયોજન થયું. ભગવાન શ્રી સ્વામીનારાયણના સિધ્ધાંત મુજબ ''દિન દુઃખીઓની સેવા''નો આદેશ સાકાર થયો.

સુર્યોદય થતાં વહેલી સવારથી લાભાર્થીઓ ખુરશીઓમાં ગોઠવાઇ ગયા હતા. હેલ્થ કેમ્પના આયોજકો, વ્યવસ્થાયકો અને સ્વયમ સેવકો સર્વે પોત-પોતાની ફરજ પર લાગી ગયા હતા. વળી સેવાભાવી ડોકટરો, ટેકિનશિયનો વગેરે તન અને મનથી સક્રીય થઇ ગયા હતા  શ્રી સ્વામીબાપા હોલ અને પરીસર માનવ મેદનીથી શ્રી ભરચક હતા

બરાબર ૮-૩૦ ના ટકોરે સેવાયજ્ઞની શરૂઆત થઇ વિવિધ પરિક્ષણો જેવાકે બ્લડ ટેસ્ટ,ઇ.કે.જી દંત પરિક્ષણ, ચક્ષુ નિદાન, કેન્સર નિદાન, મનોચિકિત્સ ફાર્મસી વગેરેની સેવાઓ વિના મૂલ્યે પુરી પાડવામાં આવી. વળી ફલુ શોટ અને બ્લડ ડોનેશનની પણ વ્યવસ્થા હતી.

વિશેષમાં સેવામાં સુગંધ રૂપે સવારનો નાસ્તો અને વિવિધ વ્યંજનોથી સભર બપોરના ભોજનની પણ સેવા સતત ચાલુ હતી. હેલ્થ કેમ્પના તમામ લાભાર્થીઓ ખુશ-ખુશાલ હતા. એમ કુલ મળી ૩૫૦ ભાઇ - બહેનોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો.

ઉપરસંહાર રૂપે છેલ્લા ૧૮ વર્ષથી આ મંદિર ખાતે પ્રતિવર્ષ હેલ્થ કેમ્પનું આયોજન થાય છે જે ખરેખર ધન્યવાદને પાત્ર છે.

અંતે આ માનવ સેવાના મહાયજ્ઞમાં આહુતિઆપનારા સેવાભાવી ડોકટરો, ટેકિનશિયનો, મંદિરના કાર્યકરો, સ્વંયમસેવકો વગેરે ખરેખર અભિનંદનને પાત્ર છે ભગવાન શ્રી સ્વામીનારાયણ અને સ્વામી બાપાનો રાજીપો એમના પર ઉતરશે. જન સેવા તે પ્રભુ સેવા. તેવું શ્રી ધર્માભાઇ એલ પટેલની યાદી જણાવે છે.

(8:59 pm IST)