Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

એશિઅન અમેરિકન ન્યુયોર્કર્સ ઉપર ટ્રમ્પ વહીવટી તંત્રએ સૂચવેલા ''પબ્લીક ચાર્જીસ રૂલ'': ૧૦ ડિસેં. ૨૦૧૮ સુધીમાં મળનારા લોકમતના આધારે કાર્યવાહી આગળ વધશેઃ કોને લાગુ પડશે તથા તેની આગામી શુ અસરો થશે તે અંગે HRA પ્રતિનિધિઓ અને MOIA દ્વારા કરાયેલી સ્પષ્ટતાઃ નિયત કરેલી તારીખ સુધીમાં અચૂક અભિપ્રાય વ્યકત કરવા તથા તે માટે માર્ગદર્શન અને મદદ મેળવવા AAFનો અનુરોધ

ન્યુયોર્ક:અમેરિકામાં ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા એશિઅન અમેરિકન ન્યુયોર્કર્સ ઉપર સૂચવાયેલા ''પબ્લીક ચાર્જીસ'' રૂલ વિષે HRA, તથા MOIA પ્રતિનિધિઓ દ્વારા કેટલીક ચોખવટ સમાચાર સૂત્રો સમક્ષ કરાઇ છે.

એશિઅન અમેરિકન ફેડરેશન, તથા મેયરની ઇમીગ્રન્ટ અફેર્સ એન્ડ હયુમન રિસોર્સીસ એડમિનીસ્ટ્રેશન ઓફિસ દ્વારા અપાયેલી માહિતી મુજબ આ પબ્લીક ચાર્જીસ રૂલની એશિઅન અમેરિકન પ્રજાજનો ઉપર થનારી અસરો નીચે મુજબ છે

(૧)આ રૂલ હજુ સુધી અમલી બન્યો નથી. તેમજ ૧૦ ડીસેં. ૨૦૧૮ સુધી પ્રજાના મંતવ્યોની નોંધ લીધા પછી તેનો સ્વીકાર કરવાનું નક્કી થશે.

આ માટે ફેડરલ રજીસ્ટર સમક્ષ ૧૦ ડીસેં.૨૦૧૮ પહેલા ઇંગ્લીશ ભાષામાં અચૂક મંતવ્ય મોકલી દેવું જેઓને પોતાનું મંતવ્ય ઇંગ્લીશમાં રજુ કરવામાં તકલીફ પડે તેમ હોય તેઓ સ્થાનિક કોમ્યુનીટી ઓર્ગેનાઇઝેશનનો સંપર્ક સાધી શકે છે. તથા આ પબ્લીક ચાર્જીસ રૂલની પોતાના ઉપર તથા પરિવાર અને કોમ્યુનીટી ઉપર શું અસર થશે તે સ્પષ્ટ પણે દર્શાવવું જે માટે તમે નીચે દર્શાવેલ વેબસાઇટ ઉપરથી માર્ગદર્શન તથા મદદ મેળવી શકો છો.

 https://www.nyic.org/fight-changes-public charge/

 https://www.nyc.gov/site/immigrants/help legal-services/ public-charges page

 https://aapiprogressiveaction.salsalabs.org/publiccharge-individal/index.html

જેથી ઓર્ગેનાઇઝેશન તમામ પાસાઓ અંગે રજુઆત કરશે. જે મેનહટન,૧૨૦ વોલસ્ટ્રીટ, ૯મો માળ, ન્યુયોર્ક તથા ફલશીંગ, ૩૭-૧૭ યુનિયન સ્ટ્રીટ, બીજો માળ, ફલશીંગ ન્યુયોર્ક ખાતે છે.

(૨)સુચવાયેલ રૂલ નક્કી કરેલી તારીખે અમલી બનાવવા માત્ર આગળ મોકલાશે. જે માટે હાલમાં મળતા કોઇપણ લાભો પબ્લીક ચાર્જ વિષે નિર્ણય લેવા માટે ધ્યાનમાં નહી લેવાય.

તમે શું કરી શકો?

તમેને મળતા હાલના લાભો નામંજુર નહી કરો. જેઓ કાયદેસર કાયમી રહેણાંક માટે લાયક છે તેઓ તાત્કાલિક અરજી કરી દયે જે અંગે ઇમીગ્રેશન લીગલ સર્વિસની સેવાઓ આપનારના સંપર્ક માટે કોન્ટેક નં.૧-૮૦૦-૩૫૪-૦૩૬૫ ઉપર સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે ૯ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા દરમિયાન સંપર્ક કરો.

(૩) આ પબ્લીક ચાર્જ રૂલની કોના ઉપર અસર થશે તથા ભવિષ્યમાં તે કેટલી બાબતોને આવરી લેશે?

(A) જેઓ કાયદેસર કાયમી રહેણાંક મેળવવા માંગતા હોય

(B) તમે આ માટે લાયક હો પણ ૬ માસ કરતા વધુ સમયથી યુ.એસ.ની બહાર હો અને હવે પરત ફરવા માંગતા હો.

(C) સ્ટુડન્ટ, ટુરીસ્ટ, ટેમ્પરરી વર્કર્સ સહિતના વીઝા ધરાવતા નોન ઇમીગ્રન્ટ વીઝાધારકો કે જેઓ વધુ સમય માટે રોકાવા માંગે છે અથવા વીઝાનો હેતુ ફેરવવા માંગે છે.

(D) વિદેશી નાગરિકો કે જેઓ ફરીથી યુ.એસ.માં સ્થાયી થવા માંગે છે.

આ પબ્લીક ચાર્જ કોને લાગુ નથી પડતા? તમજ તેમણે શું કરવું ઉપરાંત તેની અવળી અસરો કોના કોના ઉપર થશે તેમજ કયા દેશના વતનીઓનું કેટલું પ્રમાણ છે જેમાં એશિઅન અમેરિકન પ્રજાજનોનો કેટલો હિસ્સો છે સહિતની બાબતો અંગે કેટલીક ગેરસમજણ પ્રવર્તે છે જે દૂર કરવા તથા સ્પષ્ટ માર્ગદર્શન અને મદદ મેળવવા એશિઅન અમેરિકન ફેડરેશનનો સંપર્ક કરી શકાય છે જેમાં આરબ અમેરિકન એશોશિએશન ઓફ ન્યુયોર્ક, ચાઇનીઝ અમેરિકન પ્લાનીંગ કાઉન્સીલ, કોરીઅન કોમ્યુનીટી સર્વિસીઝ ઓફ મેટ્રોપોલીટન ન્યુયોર્ક તથા સાઉથ એશિઅન કાઉન્સીલ ફોર સોશીઅલ સર્વિસીઝના પ્રતિનિધિઓ જોડાયેલા છે. તેવું persephone Tan દ્વારા જાણવા મળે છે.

(8:58 pm IST)