Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

અમેરિકામાં દવાઓના વધુ સેવન અને આત્મહત્યાના કારણે મૃત્યુદરમાં 10 ટકાનો વધારો : 2016 ની સાલ કરતાં 2017 માં મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં 70 હજાર નો વધારો : નેશનલ હેલ્થ ડિપાર્ટમેન્ટનો રિપોર્ટ

વોશિંગટન : અમેરિકામાં દવાઓના વધુ સેવન અને આત્મહત્યાના કારણે મૃત્યુદરમાં 10 ટકાનો વધારો નોંધાયો છે.જે લોકોનું આયુષ્ય ઘટી રહ્યું હોવાનું દર્શાવે છે. નેશનલ હેલ્થ ડિપાર્ટમેન્ટના  રિપોર્ટ મુજબ  2016 ની સાલ કરતાં 2017 માં મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં  70 હજાર નો વધારો થયો છે.આ 10 ટકાના મૃત્યુદરમાં 3.7 ટકા આત્મહત્યાના કારણે મૃત્યુ પામેલા લોકોનો સમાવેશ થાય છે.

 રિપોર્ટમાં વધુમાં દર્શાવાયા મુજબ લોકોનું સરેરાશ આયુષ્ય ઘટીને 78.6 વર્ષ થઇ ગયું છે.જે દર્દશામક દવાઓનું વધુ પડતું સેવન અને નશીલી દવાઓના કારણે હોવાનું નોંધાયું છે.ઉલ્લેખનીય છે કે વિશ્વમાં સૌથી ઉંચો આયુષ્યદર જાપાનમાં છે.જ્યાં લોકોનું સરેરાશ આયુષ્ય 84 વર્ષ છે.

(8:49 am IST)