Gujarati News

Gujarati News

News of Thursday, 30th November 2017

ભારતના પૂના તથા મુંબઈ બાદ હવે કોલકત્તામાં ટ્રમ્‍પ ટાવરનું લોંચીંગ કરાયું : ૩.૭૫ કરોજ રૂપિયાની કિંમતના ૨૫૦૦ સ્‍કવેરફીટના ૧૪૦ લકઝરી ફલેટના વેચાણ વડે ૭૦૦ કરોડ રૂપિયા ભેગા થઈ જશે

કોલકત્તા : ભારતના કોલકત્તામાં ટ્રમ્‍પ ટાવરનું લોંચીંગ કરાયું છે. અમેરિકાના પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના નામ સાથે ચાલતા ટ્રમ્‍પ ઓર્ગેનાઈઝેશન દ્વારા પૂના, તથા મુંબઈમાં ટાવરના નિર્માણ બાદ હવે કોલકત્તામાં પણ તેનું નિર્માણ લોંચીંગ કરાયું છે.

આ ટ્રમ્‍પ ટાવરમાં ૧૪૦ તેવા અલ્‍ટ્રા લક્ષરી એપાર્ટમેન્‍ટ બનશે ૩.૭૫ કરોડ રૂપિયાની કિંમતના ૨૫૦૦ સ્‍કવેર ફીટના આ ફલેટના વેચાણ દ્વારા ૭૦૦ કરોડ રૂપિયા ભેગા થઈ જશે. તેવું ભારતની સહયોગી ફર્મ્‍સએ જણાવ્‍યું હતું. તેમજ પચાસ ટકા પ્રોજેકટનું વેચાણ પણ થઈ ગયું હોવાનું જણાવ્‍યું હતું. તેવુ સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(9:46 pm IST)