Gujarati News

Gujarati News

News of Thursday, 30th November 2017

ભારતથી અમેરિકા લઇ જવાયેલી અનાથ દત્તક પુત્રી શેરીનના મૃતદેહનો રિપોર્ટ કોર્ટમાં રજુઃ ૩ વર્ષીય બાળકીના અનેક હાડકાઓ ભૂટેલા તથા ઇજાગ્રસ્‍ત હોવાનો ડોકટરનો અભિપ્રાયઃ પાલક માતા-પિતા ઇન્‍ડિયન અમેરિકન વેલ્‍સે તથા સિની મેથ્‍યુને કોર્ટમાં હાજર કરાયા

દલાસઃ અમેરિકામાં દત્તક પુત્રી તરીકે લઇ જવાયેલી ભારતની અનાથ શશુ બાળકી ૩ વર્ષીય શેરીન મેથ્‍યુ ગૂમ હોવાની તેના પાલક માતા-પિતા ઇન્‍ડિયન  અમેરિકન વેલ્‍સે તથા સિની મેથ્‍યુએ ૭ ઓકટો. ૨૦૧૭ના રોજ ફરિયાદ નોંધાવી હતી. બાદમાં ૨૨ ઓકટો.ના રોજ દલાસ સ્‍થિત આ દંપતિના ઘરથી નજીક આવેલા નાલામાંથી આ બાળકીનો મૃતદેહ મળી આવ્‍યો હતો.

આ બાળકીના મૃતદેહના આધારે ડોકટરે કોર્ટમાં રજુ કરેલ અહેવાલ મુજબ શેરીનના અનેક હાડકાઓ તૂટેલા હતા તથા ઇજાગ્રસ્‍ત જોવા મળ્‍યા હતા. જો કે હજુ પોસ્‍ટ મોર્ટમ રિપોર્ટ આવવાનો બાકી છે.

શેરીનના પાલક પિતાની બાળકીને ઇજા પહોંચાડવાના આરોપસર અગાઉ ધરપકડ થઇ ચૂકી હતી. દંપતિને ગઇકાલે કોર્ટમાં રજુ કરાયેલ. મૃતક બાળકીના પાલક પિતા વેસ્‍લે ઉપરના આરોપો પૂરવાર થયે તેને આજીવન કેદની સજા થઇ શકે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણાવા મળે છે.

 

(9:43 pm IST)