Gujarati News

Gujarati News

News of Thursday, 30th November 2017

અમેરિકાના પૂર્વ પ્રેસિડન્‍ટ બરાક ઓબામા આવતીકાલ ૧ ડિસેં.ના રોજ ન્‍યુદિલ્‍હીમાં: વિવિધતામાં એકતા ધરાવતા વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના યુવાનો સાથે મીટીંગનું આયોજન

ન્‍યુ દિલ્‍હીઃ અમેરિકાના પૂર્વ પ્રેસિડન્‍ટ બરાક ઓબામાં આવતીકાલ ૧ ડિસેં.ના રોજ ન્‍યુદિલ્‍હી આવશે. ઓબામા ફાઉન્‍ડેશનના ઉપક્રમે ટાઉન હોલ ખાતે યોજાનારા પ્રોગ્રામમાં સમગ્ર દેશમાંથી આવનારા સેંકડો યુવા લીડર્સ સાથે મીટીંગ યોજાશે.

વિશ્વના સૌથી મોટા તથા સાંસ્‍કૃતિક, ધાર્મિક, વંશીય, સહિતની બાબતે વિવિધતામાં એકતા ધરાવતા ભારત દેશની લોકશાહી સાથે જોડાયેલા યુવા સમુહ સાથે વિચાર વિનિમય કરશે. તથા સાયન્‍સ, ટેકનોલોજી, રાજકારણ, ધર્મ, સહિતના ક્ષેત્રો સાથે સંકળાયેલા આ યુવા લીડરો દ્વારા સમાજમાં તથા સમગ્ર વિશ્વમાં હકારાત્‍મક વાતાવરણના નિર્માણ માટે ચર્ચાઓ કરશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(9:40 pm IST)