Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

યુ.એસ.ના શિકાગોમાંથી કોંગ્રેસમાં જવા માટે ૩ ઇન્‍ડિયન અમેરિકન ઉમેદવારો વચ્‍ચે સ્‍પર્ધા થશેઃ વર્તમાન ડેમોક્રેટ કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામુર્થી સામે રિપબ્‍લીકન ઉમેદવાર તરીકે શ્રી દિગાંવકરે ઉમેદવારી નોંધાવ્‍યા બાદ સુશ્રી વંદના ઝીંગાનએ પણ ઉમેદવારી નોંધાવીઃ માર્ચ ૨૦૧૮માં પ્રાઇમરી તથા નવેં.૨૦૧૮માં આખરી ચૂંટણી

શિકાગોઃ યુ.એસ.માં શિકાગોમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે આગામી ચૂંટણીમાં ઇન્‍ડિયન અમેરિકનો વચ્‍ચે સ્‍પર્ધા થવાના સંજોગોનું નિર્માણ થયું છે. જે મુજબ વર્તમાન ડેમોક્રેટ કોંગ્રેસમેન રાજા ક્રિશ્નામુર્થી સામે થોડા દિવસ પહેલા રિપબ્‍લીકન પ્રતિસ્‍પર્ધી તરીકે શ્રી દિગાંવકરે ઉમેદવારી નોંધાવ્‍યા બાદ હવે ૨૭ નવેં.ના રોજ અન્‍ય રિપબ્‍લીકન પ્રતિસ્‍પર્ધી સુશ્રી વંદના ઝીંગાનએ પણ ઉમેદવારી નોંધાવી છે.

માર્ચ ૨૦૧૮માં યોજાનારી પ્રાઇમરી ચૂંટણીમાં શ્રી દિગાંવકર અથવા સુશ્રી વંદના પૈકી જે વિજેતા થશે તે આયરી ચૂંટણીમાં શ્રી રાજા ક્રિશ્નામૂર્થી સામે નવેં.૨૦૧૮માં ટક્કર લેશે.

સુશ્રી વંદનાએ ઉમેદવારી નોંધાવતી વખતે જણાવ્‍યા મુજબ તેમને રિપબ્‍લીક હિન્‍દુ કોલીશનનું સમર્થન હોવાનું જણાવ્‍યુ છે.

 

(9:16 pm IST)