Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2017

યુ.એસ.માં ભારતીય વિદ્યાભવનના ઉપક્રમે ન્‍યુયોર્ક મુકામે ૩ તથા ૧૦ ડિસેં. ના રોજ જાહેર પ્રોગ્રામ : ૩ ડિસેં. ના રોજ ધ્‍વનિ એકેડમી એન્‍યુઅલ પ્રોગ્રામ તથા ૧૦ ડિસેં. ના રોજ પદમ વિભૂષણ સુશ્રી ગિરિજા દેવીને શ્રધ્‍ધાંજલી આપવા ઈન્‍ડિયન કલાસિકલ મ્‍યુઝીકનું આયોજન

ન્‍યુયોર્ક : યુ.એસ.માં આગામી ૩ ડિસેં. ૨૦૧૭ રવિવારના રોજ રોમાન્‍ટી ઓડિટોરીયમ, ભારતીય વિદ્યા ભવન USA, ૩૦૫, ૭ મો એવન્‍યુ, ૧૭મો ફલોર, ન્‍યુયોર્ક મુકામે ધ્‍વનિ એકેડમી એન્‍યુઅલ પ્રોગ્રામનું આયોજન કરાયું છે.

ધ્‍વનિ એકેડમી ઓફ પરક્‍યુશન એન્‍ડ કોલકત્તા સિતાર સ્‍કૂલ આયોજીત પ્રોગ્રામનો સમય બપોરે ૧ વાગ્‍યાનો છે. જેમાં ફેકલ્‍ટી તથા સ્‍કૂલના વિદ્યાર્થીઓ પ્રોગ્રામો રજુ કરશે. ઉપરાંત યુ.એસ.માં ભારતીય વિદ્યાભવનના ઉપક્રમે આગામી ૧૦ ડિસેં. ૨૦૧૭ રવિવારના રોજ ઈન્‍ડિયન કલાસિકલ મ્‍યુઝીક તથા ્‌દમ વિભૂષણ સુશ્રી ગિરિજા દેવીને શ્રધ્‍ધાંજલી આપવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્‍યો છે.

રોમાન્‍ટી ઓડીટોરીયમ ૩૦૫, ૭મો એવન્‍યુ, ૧૭ મો ફલોર, ન્‍યુયોર્ક મુકામે યોજાનારા પ્રોગ્રામમાં ભવનના મ્‍યુઝીક સ્‍ટુડન્‍ટસ તથા અન્‍ય કલાકારો તબલા, હારમોનિયમ, સારંગી સહિતના વાદ્યોના નાદ સાથે પદમ વિભૂષણ સ્‍વ. ગિરિજા દેવીને શ્રધ્‍ધાંજલી આપશે. જેનું દિગ્‍દર્શન તેમના શિષ્‍યા શ્રીમતિ સંયુક્‍તા સેન કરશે. કે જેઓ નોર્થ ઈન્‍ડિયન કલાસિકલ વોકલ મ્‍યુઝીક ટીચર તરીકે ભારતીય વિદ્યાભવનમાં સેવાઓ આપે છે. તેવું  ભારતીય વિદ્યાભવનની યાદીમાં જણાવાયું છે.

 

(9:25 pm IST)