Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2017

‘‘સામુહિક ૧૦૮ શ્રી સત્‍યનારાયણ સ્‍વામી પૂજા તથા કથા'': અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા બદ્રીકાશ્રમ ખાતે ૩ ડીસેં. ૨૦૧૭ના રોજ કરાયેલું આયોજનઃ કથા,કિર્તન, આરતી, તથા મહાપ્રસાદમાં શામેલ થવા તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં ‘બદ્રીકાશ્રમ', ૧૫૬૦૨, માઉબર્ટ એવી, સાન લિઆન્‍ડ્રો, કેલિફોર્નિયા મુકામે ૩ ડીસેં. ૨૦૧૭ રવિવારના રોજ સામુહિક ૧૦૮ શ્રી સત્‍યનારાયણ સ્‍વામી પૂજા તથા કથાનું આયોજન કરાયું છે.

પ્રોગ્રામ સવારે ૧૦-૩૦ કલાકે શરૂ થશે. જે અંતર્ગત કથા, કિર્તન આરતી તથા મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જેનો સમય બપોરે ૧-૩૦ કલાકનો રાખવામાં આવ્‍યો છે. તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(11:30 pm IST)