Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

‘‘સાઉથ એશિયન મતદારોનો આભાર'' : યુ.એસ. માં ન્‍યુજર્સીના એડિસન મેયર તરીકે ફરીથી ચૂંટાઈ આવેલા શ્રી ટોમ લાન્‍કેએ સાઉથ એશિયન પ્રજાજનોને બિરદાવ્‍યા : ડેમોક્રેટીક કલબના ઉપક્રમે ૨૧ નવેં. ના રોજ રોયલ આલ્‍બર્ટસ પેલેસ, ફોર્ડસ ખાતે કરાયેલી ઉજવણીમાં કોમ્‍યુનીટી લીડર્સ, લો મેકર્સ, TV Asia ના ચેરમેન તથા CEO પદમશ્રી શ્રી એચ.આર.શાહ સહિતના મહાનુભાવોની ઉપસ્‍થિતિ

(દિપ્તીબેના જાની દ્વારા) : ન્‍યુજર્સી : યુ.એસ. ના ન્‍યુજર્સીના એડિસન મેયર તરીકે ફરીથી ચૂંટાઈ આવેલા ડેમોક્રેટ ટોમ લાન્‍કેએ સાઉથ એશિયન કોમ્‍યુનીટીનો આભાર માન્‍યો હતો.

સાઉથ એશિયા ડેમોક્રેટિક કલવના ઉપક્રમે રોયલ આલ્‍બર્ટસ પેલેસ ફોર્ડસ, ન્‍યુજર્સી મુકામે ૨૧ નવેં. ના રોજ કરાયેલી તેમના વિજયની ઉજવણીમાં કોમ્‍યુનીટી લીડર્સ, લો મેકર્સ, તથા TV Asia ના ચેરમેન અને CEO પદમશ્રી એચ.આર. શાહ સહિતના મહાનુભાવો તેમજ મેયર ઓફિસના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. જેની હાઈલાઈટસ TV Asia ચેનલમાં કોમ્‍યુનીટી રાઉન્‍ડન અપમાં જોઈ શકાશે. તેવું શ્રી ગૂંજેશ દેસાઈના ફોટો સૌજન્‍ય સાથે TV Asia ન્‍યુઝપેપર દ્વારા જાણવા મળે છે.

(9:32 pm IST)