Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

અલાબામા રાજયની ૧૨મી ડીસેમ્‍બરે સેનેટની જગ્‍યા માટે થનાર સ્‍પેશીયલ ચુંટણીમાં રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર રોય મોરે અને ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર ડગ જોન વચ્‍ચે મંડાયેલો ખરાખરીનો જંગઃ આલાબામા રાજયના મોટા ભાગના વર્તમાન પત્રોએ તમામ મતદારોને શિષ્‍ટાચાર માટે ઉભા રહેવા કરેલી હાકલઃ જાતીય સતામણી અને ગેર વર્તણુકને જાકારો આપવા કરેલો અનુરોધઃ અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને રાષ્‍ટ્રિય ટીવી ચેનલના પ્રતિનિધિઓએ વારંવાર અનેક વખત પ્રશ્નોનો મારો ચલાવી જવાબ મેળવવા પ્રયાસો કર્યા પરંતુ મૌનીબાબા તરીકે તેઓ ભૂમિકા ભજવતા હતાઃ ૧૨મી ડીસેમ્‍બરે આવનારા પરિણામો તરફ સૌની દ્રષ્‍ટિ કેન્‍દ્રિત થયેલ છે

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રમાં એટર્ની જનરલનો હોદ્દો ધરાવતા જેફ સેસન્‍સ મુળ અલાબામા રાજયના રીપબ્‍લીકન પાર્ટીના સેનેટર તરીકે સેનેટમાં ચુટાયેલા હતા પરંતુ તેમણે પોતાના સેનેટના હોદ્દાનું રાજીનામું આપતા તે જગ્‍યા ખાલી પડતા આવતા ડીસેમ્‍બર માસની ૧૨મી તારીખે આ જગ્‍યાની ચુંટણી થનાર છે અને રીપબ્‍લીકન પાર્ટી તરફથી રોય મોરે અને તેમની સામે ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર ડગ જોન્‍સ ચુંટણીના મેદાનમાં છે

આ અંગે જાણવા મળે છે તેમ અલાબામાં રાજયના મોટા ભાગના વર્તમાનપત્રો તથા તજજ્ઞો તેમજ રાજકારણના અભ્‍યાસીઓ રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર રોય મોરેને કોઇ પણ સંજોગોમાં સેનેટરની જગ્‍યા માટે મત ન આપવા આગહભરી વિનંતી જાહેરમાં કરી છે અને સેનેટની ચુંટણીમાં તેમને મત ન આપી જાકારો  આપવા અરજ કરેલ છે અને તેથી ડેમોક્રેટીક પાર્ટીના સેનેટના ઉમેદવાર ડગ જોનનો ઘોડો હાલમાં જીતમાં છે.

ગયા રવીવારે અલાબામાં રાજયના મોટા ભાગના વર્તમાન પત્રોએ રીપબ્‍લીકન પાર્ટીના સેનેટના ઉમેદવાર રોય મોરેને પોતાનો મત ન આપીને જાકારો આપવા તમામ મતદારોને અપીલ કરેલ છે અને તેમાં શિષ્‍ટાચાર માટે અડીખમ ઉભા રહેવા હાકલ કરવામાં આવેલ છે આ અંગેના કારણોમાં જાણવા મળે છે તેમ કેટલીક મહીલાઓએ રોય મોરેએ પોતાની સાથે જાતીય ગેરવર્તણુક કરેલ હોવાના આક્ષેપો તેમની સામે મુકેલ છે આ સમગ્ર બાબતમાં રીપબ્‍લીકન પાર્ટીના મોટા ભાગના સેનેટરોએ હાલના સેનેટના ઉમેદવાર રોય મોરેને ચુંટણીના મેદાનમાંથી હટી જવા માટે વિનંતી કરેલ છે પરંતુ આ તમામ વિનંતીઓને તેમણે કાને ધરી નથી અને ચુંટણીના મેદાનમાંથી હટી જવા માટે ચોખ્‍ખી ના પાડેલ છે

જાતિય ગેરવર્તણુકના કિસ્‍સામાં જાણવા મળે છે તેમ રોયમોરે જયારે ડીસ્‍ટ્રીકટ એટર્નીની ઓફીસમાં કાર્ય કરતા હતા ત્‍યારે તેમણે ૧૪ વર્ષની એક કિશોરી સાથે જાતીય સંબંધ ધરાવતા હતા અને તેમની ઉમર તે વખતે લગભગ ૩૨ વર્ષની આસપાસની હશે અને ત્‍યાર બાદ આવા અનેક જાતીય ગેરવર્તણુકના કિસ્‍સો સહીત અનેક મહીલાઓ આક્ષેપો સહીત આગળ આવેલ છે.

આલાબામાં રાજયના લોકો માટે આ ચુંટણી અત્‍યંત મહત્‍વની છે અને તેમાં મુખ્‍યત્‍વે નૈતિકતા અને ચાચિત્રનો મુખ્‍ય પ્રશ્ન સમાયેલો છે મોટા  ભાગના મતદારો એવુ જણાવી રહ્યો છે કે શુ આપણે આપણા નેતાઓ પાસેથી અાવા પ્રકારની આશાઓ રાખી શકીએ? તેમજ આપણી ભાવી પેઢી પર પણ કેવા પ્રકારના સંસ્‍કારો પડે તેનો પણ આપણે વિચાર કરવાનો રહેશે અને તેથી આ સેનેટની ચુંટણી હાલમાં અતિ રસપ્રદ બનવા પામેલ છે.

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને રાષ્‍ટ્રિય ટીવી ચેનલના પત્રકારોએ આ પ્રશ્ન અંગે અનેક પ્રકારના આડા અવળા પ્રશ્નોનો મારો ચલાવી તેમને પ્રત્‍યુત્તર મેળવવાનો પ્રયાસ કરેલ પરંતુ તેઓ આ અંગે મૌન ધારણ કરીને બેઠેલા છે અને પત્રકારોને ફકત તમારો આભાર એટલાજ શબ્‍દો ઉચ્‍ચારે છે.

રીપબ્‍લીકન પાર્ટીના સેનેટના ઉમેદવાર રોય મોરે હાલમાં ૭૦ વર્ષની ઉંમરના છે અને જે મહિલાઓએ તેમની સામે જાતીય ગેરવર્તણુંકના આક્ષેપો કરેલા છે તે તમામનો તેમણે ઇન્‍કાર કરેલો છે મોરે અલાબામાં રાજયની સુપ્રીમકોર્ટના ભૂતપૂર્વ ન્‍યાયધીશ હતા હાલમાં સમગ્ર અમેરીકામાં આ પ્રશ્ન ચર્ચાનો વિષય બનેલ છે અને આગામી ૧૨મી ડિસેમ્‍બરે આ સ્‍પેશીયલ સેનેટની થનાર ચુંટણીનું શું પરિણામ આવે તે તરફ તમામનું ધ્‍યાન કેન્‍દ્રિત થયેલું જોવાનું મળે છે

 

(9:28 pm IST)