Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

યુ.એસ.માં ઇન્‍ડો અમેરિકન સિનીયર્સના ઉપક્રમે ૧૦૦ વર્ષના ડાહીબાનો જન્‍મ દિવસ ઉજવાયોઃ IACAના પાસ્‍ટ પ્રેસિડન્‍ટ શ્રી અરવિંદભાઇના માતુશ્રીનું વર્તમાન પ્રેસિડન્‍ટ શ્રી વિઠલભાઇ તથા તેમના પત્‍ની શ્રીમતિ અરૂણાબેને શાલ ઓઢાડી સન્‍માન કર્યુ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ તા.૧૯ નવે. રવિવારના રોજ સંસ્‍થાના વયોવૃધ્‍ધ સભ્‍ય ડાહીબાના ૧૦૦ મા જન્‍મદિનની ઉજવણીનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્‍યો શરૂઆતમાં સૂર્યા તથા અનિલભાઇની આગેવાની હેઠળ વિષ્‍ણુસહસ્‍ત્ર પાઠ, દત્તબાવની, તથા રામ સ્‍તૃતિમાં સૌ જોડાયા હોલનું સમગ્ર વાતાવરણ ભક્‍તિમય બન્‍યુ. સભ્‍યોના પરિવારમાં થયેલ અવસાન બદલ બે મિનિટનું મૌન પાળી શ્રધ્‍ધાંજલિ અર્પણ કરી સેક્રેટરી શ્રી જશભાઇ પટેલે ધાર્મિક મંત્રોચ્‍ચાર સાથે ડાહીબાને આશિર્વાદ આપી તેમની તંદુરસ્‍તી જળવાઇ રહે તેવી પ્રભુને પ્રાર્થના કરી પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઇ તથા તેમના પત્‍ની અરૂણાબેને બુકે, શાલઓઢાડી તથા સ્‍મૃતિ ભેટ અર્પણ કરી સન્‍માન કુર્ય ડાહીબા'  પાસ્‍ટપ્રેસિ. શ્રી અરવિંદભાઇના માતૃશ્રી છે અરવિંદભાઇ તેમના પત્‍ની પુષ્‍બાને, દિકરીઓ તથા સમગ્ર પરિવારે ડાહીબા' ની સેવામાં પુરતો સમય આપ્‍યો છે. મા-બાપને કદી ભુલશો નહી એ યુક્‍તિને આ પરિવારે સાર્થક કરી છે. તેમની તમામ જરૂરિયાતોને ધ્‍યાનમાં રાખી કયારેય કોઇ અગવડ પડવા દીધી નથી. જે ઘરમાં વડીલનું માન જળવાઇ રહેતુ હોય તે વડીલ જીવનજીવી જાણે છે જેનો યશ પરિવારને મળે છે, આજે પણ ડાહીબા સ્‍વતંત્ર રીતે તેમની દૈનિક ક્રિયાઓમાં કોઇની મદદ લેતા નથી ડેકેર'માં જાય છે. ભક્‍તિમાં રચ્‍યા-પચ્‍યા રહેતા બધાજ કાર્યક્રમોમાં ભાગ લે છે. અરવિંદભાઇએ જણાવ્‍યુ કે માતા પાસેથી મને જીવનમાં ઘણુંજ જાણવા મળ્‍યું છે, ‘માતેમા' બીજા કોઇ શબ્‍દો હોઇ શકે નહી ડાહીબા'ના પરિવાર સાથે સૌથી નિકટમાં એવા સૂર્યા અને અનિલભાઇએ ડાહીબાના સ્‍વભાવ અને તંદુરસ્‍તી અંગે તેઓ શું કાળજી રાખે છે. તેની માહિતી આપી જાણીતા સાયકો થેરાપીસ્‍ટ આર ડી પટેલે જીંદગી બીજી જાણવા અંગે ડાહીબાને અભિનંદન આપ્‍યા, ‘ડાહીબા'ને પૂછવામાં આવ્‍યું કે બા ઉપર જવું છે. ડાહીબાનો જવાબ હતો ઉપર જગ્‍યા નથી એટલે હમણાં નહી હજુ પણ ડાહીબા'માં જુવાનીનો જુસ્‍સો, માંઢાજ પર તેજ સ્‍વમાની, સ્‍પષ્‍ટવાણી, ચાલવામાં કોઇ તકલીફ નહી, સૌ સભ્‍યો તેમને મળીને જોઇને આનંદિત થયા શ્રી ઘનશ્‍યામભાઇએ માતા પર લખેલા કાવ્‍યો દ્વારા માનો મહિમા જણાવ્‍યો શ્રી પ્રકાશભાઇ પટેલ, જીતુભાઇ માખ્‍ખીજી, મનસુખભાઇ પુરોહિત, ઇશ્વર કાકા, જયશ્રીબેન ગગલાણી, સુમિત્રાબેન પુરોહિત વગેરેએ ડાહીબાના જીવન સ્‍વાસ્‍થ્‍ય અને તંદુરસ્‍તી માટે અરવિંદભાઇ અને પુષ્‍પાબેનને અભિનંદન આપ્‍યા.

 પ્રમુખશ્રી વિઠ્ઠલભાઇ પટેલે પણ ડાહીબાના શોખ પ્રવૃતિઓ અને ધાર્મિક વલણની વિસ્‍તૃત માહિતી આપી અભિનંદન આપ્‍યા. નવેમ્‍બર માસમાં જન્‍મદિન ધરાવતા સભ્‍યોને શુભેચ્‍છા પાઠવી શ્રી ગટુભાઇ મિસ્‍ત્રીએ ડાહીબાને અભિનંદન આપી યુનિયન કાઉન્‍ટીના સૌને ભાગ્‍યશાળી અને નશીબદાર છે.

તેમ જણાવ્‍યું, વિઠ્ઠલભાઇએ જણાવ્‍યું કે, ૨૦૧૮ નો કાર્યક્રમ મેલમાં દરેકને મોકલી આપવામાં આવશે. કારોબારીમાં ફેરફાર અંગે જણાવ્‍યું કે, વા.પ્રેસિ. તરીકે શ્રી પ્રકાશ પટેલ તથા કારોબારીમાં શ્રી મુકુંદ પરીખ તેમજ ઉષાકાન્‍ત શાહનો સમાવેશ કરવામાં આવે છે તથા ટ્રસ્‍ટીમાં શ્રી ગોવિંદભાઇ શાહનો સમાવેશ  કરવામાં આવે છે. સૌએ ઉભા થઇ તાલીઓના ગડગડાહથી નવા સભ્‍યોને આવકારી ડાહીબાને અભિનંદન આપી તેમની તંદુરસ્‍તી માટે પ્રભુને પ્રાર્થના કરી સૌને ડાહીબાએ આશિર્વાદ આપ્‍યા. ૨૦૧૭ના અંતિમ કાર્યક્રમની શાનદાર ઉજવણીથી સૌને આનંદ થયો. અંતમાં રાજધાનીનું સ્‍વાદિષ્‍ટ ભોજન જમી નવા વર્ષે મળીશું ના કોલ આપી છુટા પડયા, તેવું સંસ્‍થાના પ્રમુખ શ્રી વિઠલભાઇ પટેલના અહેવાલ દ્વારા શ્રી અનિલભાઇની યાદી જણાવે છે.

 

(9:26 pm IST)