Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

શિકાગોની કોન્‍સ્‍યુલેટ ઓફિસ દ્વારા વીસકોન્‍સીન રાજયના ઓકગ્રીક ટાઉનમાં આવેલ શીખ ટેમ્‍પલ ઓફ વિસકોન્‍સીનના સહયોગથી શિખ ધર્મના વડા ધર્મગુરૂ ગોવિંદ સીંધજીની ૩૫૦મી જન્‍મ જયંતીની કરેલી રંગેચંગે કરેલી ઉજવણીઃ શિકાગોના કોન્‍સ્‍યુલ જનરલ નિતા ભૂષણે શીખ ધર્મના વડા ધર્મ ગુરૂને એક આદર્શ મહાન નેતા ગણાવ્‍યા અને સમગ્ર કાર્યક્રમમાં જરૂરી સહયોગ આપવા બદલ માનેલો આભાર

શિકાગોની કોન્‍સ્‍યુલેટ ઓફિસ તથા વીસ કોન્‍સીન રાજયના ઓકગ્રીક ટાઉમાં આવેલ શીખ ટેમ્‍પલ ઓફ વીસકોન્‍સીનના સહયોગથી શીખ ધર્મના વડા ધર્મગુરૂ ગુરૂગોવિંદ સિંધજીની ૩૫૦મી જન્‍મ જયંતીની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ  પ્રસંગે મોટી સંખ્‍યામાં શીખ સમુદાયના ભક્‍તો તથા શુભેચ્‍છકોએ મોટી સંખ્‍યામાં હાજરી આપી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં જાણીતા કિર્તનકારભાઇ ગુરમેઇલ સીંધજીએ સુંદર રીતે શબદ કિર્તનની રજુઆત કરી હતી. ત્‍યારે બાદ ભાઇ હરજી નદર સીંધજીએ સુંદર કથાની રજુઆત કરી હતી જેને સર્વે હાજર રહેલાઓએ શાંત ચિત્તે સાંભળી હતી.

આ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે પધારેલા શિકાગોની કોન્‍સ્‍યુલેટ ઓફિસના કોન્‍સ્‍યુલ જનરલ નિતા ભૂષણે પોતાના પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્‍યું હતું કે ગુરૂ ગોવિંદ સીંઘજી એક મહાન આદર્શ નેતા હતા અને તેમણે પોતાનુ સમગ્ર જીવન પોતાના જે આદર્શો અને ધ્‍યેય તેમજ સમગ્ર સમાજના હિતાર્થે વિતવ્‍યુ હતુ તેમણે રાષ્‍ટ્રના નિર્માણમાં એક મહત્‍વનો ફાળો આપ્‍યો હતો અને કટોકટીમાં જરાપણ હિંમત ગુમાવ્‍યા વિના તેનો કટોકટી પૂર્વક સામનો કરવા માટે તેઓ એક ઉદાહરણ પૂર્વકના મહાન નેતા હતા.

આ પ્રસંગે ૫૦૦ જેટલા શિખ ધર્મના અનુયાઇઓ તથા શુભેચ્‍છકોએ હાજરી આપી હતી કોન્‍સ્‍યુલ જનરલે શીખ ટેમ્‍પલ ઓફ વીસકોન્‍સીનના સંચાલકોનો આ કાર્યક્રમમાં જરૂરી સહયોગ આપવા બદલ આભાર માન્‍યો હતો.

 

(9:25 pm IST)