Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

યુ.એસ.ના ન્યુજર્સીમા GOPIO ના ઉપક્રમે હેલ્થ સમિટ યોજાઇઃ ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી શત્રુધ્ન સિંહા, TV ASIA ચેરમેન ડો. એચ.આર. શાહ, પિસ્કાટા વે કાઉન્સીલમેન શ્રી કપિલ શાહ સહિત ૧૦૦ ઉપરાંત કોમ્યુનીટી અગ્રણીઓ જોડાયાઃ ભારતીય મૂળના લોકોના આરોગ્ય માટે સેવાઓ આપનાર ૪ અગ્રણીઓનું બહુમાન કરાયું

(દિપ્તીબન જાની દ્વારા) ન્યુજર્સી : યુ.એસ.માં  GOPIO ઇન્ટરનેશનલ હેલ્થ કાઉન્સિલ કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા ન્યુયોર્ક, ટીવી એશિયા તથા GOPIO સેન્ટ્રલ જર્સી અને કનેકટીકટ ચેપ્ટર્સ, તેમજ ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુજર્સી, પ્રિન્સેટોન લાયન્સ કલબ અને સેન્ટ્રલ જર્સી બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના સંયુકત ઉપક્રમે ૧ર ઓકટો.ર૦૧૯  શનિવારના રોજ ત્રીજી વાર્ષિક હેલ્થ સમિટ યોજાઇ ગઇ.

TV ASIA ઓડીટોરીયમ એડિસન ન્યુજર્સી મુકામે યોજોલી સમિટમાં ડેપ્યૂટી કોન્સ્યુલ જનરલ શ્રી શત્રુધ્નસિંહાએ ચિફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી. ઉપરાંત TV ASIA ચેરમેન તથા CEO ડો. એચ.આર. શાહ, પિસ્કાટાવે ટાઉનશીપ કાઉન્સીલમેન શ્રી કપિલશાહ સહિત ૧૦૦ જેટલા લોકોએ હેલ્થ સમિટમાં હાજરી આપી હતી.

સમિટમાં મેડીકલ ડેન્ટલ, મેન્ટલ હેલ્થ, અલ્ટરનેટીવ મેડીસીન, લાઇફ સ્ટાઇલ, વેલનેસ, યોગા સહિતના સેશન યોજવામાં આવ્યા હતા. જેમાં જુદા જુદા ક્ષેત્રેાના ત્રિસ્ટેટના અગ્રણીઓ જોડાયા હતા.  તથા ભારતીય મૂળના લોકોના આરોગ્યની જાળવણી માટેના મુદાઓ ચર્ચાયા હતા.

આ તકે  GOPIO હેલ્થ કાઉન્સીલ દ્વારા લોકોમાં આરોગ્ય વિષયક જાગૃતિ લાવનાર ૪ અગ્રણીઓને  એવોર્ડ આપી બિરદાવાયા હતા. જેમાં શ્રી રાહુલ શુકલ, શ્રી હિતેષ ભટ્ટ, પદ્મશ્રી શ્રી એચ.આર.શાહ, તથા સબિન્સા કોર્પોરેશનનો સમાવેશ થતો હતો.

GOPIO ઇન્ટરનેશનલ ચેરમેન ડો. થોમસ અબ્રાહમ હેલ્થ કાઉન્સિલ ચેરૂ ડો. તુષાર પટેલ, પદ્મશ્રી શ્રી એચ.આર.શાહ, ડેપ્યુટી કોન્સ્યુલય જનરલ શ્રી શત્રુધ્ન સિંહા, ગેસ્ટ સ્પીકર શ્રી હિતેષ ભટ્ટ, શ્રી રાહુલ શુકલા સહિતનાઓએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.

ઉપરાંત પેનલ ડીસ્કશનમાં ડો અન્ના કુરીઆકોસ, ડો. નયન કોઠારી, ડો. રૂપા રોય, ડો. ભંભાણી, શ્રી શાહ સહિતનાઓ જોડાયા હતા.  સુશ્રી વર્ષા સિંઘ, શ્રી કુનાલ મહેતા, ડો.પ્રકાશ અમીન, ડો. કેતન વૈદ્ય, શ્રી જયા ખીરા, સુશ્રી ઉમા સ્વામીનાથન, ડો. અનુરાગ પાંડે ડો. આશા સામંત, શ્રી બિનની તલાટી, ચાર્લ્સ ટુબર, ડો. અર્પણા ચાવલા, સહિતનાાઓએ મંતવ્યો વ્યકત કર્યા હતા.

મિડીયા સમર્થકો તરીકે પરીખ વર્લ્ડ વાઇડ મિડીયા અકિલા ન્યુઝ, ઇન્ડિયા લાઇફ ટીવી, ઇન્ડિયન પેનોરમા, ધી ઈન્ડિયા, ગુજરાત સમાચાર, તિરંગા, ગુજરાત દર્પણ, દેશી કનેકટ, દિવ્ય ભાસ્કર, રેડિયો દિલ, GOPIO રેડિયો, પેચ એન્ડ સેન્ટીનેલ એ સેવાઓ આપી હતી. તેવું ડો. તુષાર પટેલની યાદી જણાવે છે.

 

(9:42 pm IST)