Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

" ફ્રી હેલ્થ કેમ્પ " : અમેરિકામાં ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યૂજર્સીના ઉપક્રમે 3 નવેમ્બર 2019 રવિવારના રોજ કરાયેલું આયોજન : શ્રી સ્વામિનારાયણ મંદિર, સિકોસસ, ન્યુજર્સી મુકામે યોજાનારા કેમ્પમાં અગાઉથી રજિસ્ટ્રેશન કરાવી લેનાર, 40 વર્ષથી વધુ વયના, વીમો નહીં ધરાવતા અથવા ઓછો ધરાવતા દર્દીઓ લાભ લઇ શકશે : વિનામૂલ્યે ઇન્ફ્લ્યુએન્ઝા રસી મૂકી અપાશે : મહિલાઓને વિનામૂલ્યે મેમોગ્રાફી કરી અપાશે : નિષ્ણાત તબીબો દ્વારા દરેક રોગોના નિદાન સાથે રોગ થતા અટકાવવા જાગૃતિ રાખવા અંગે માર્ગદર્શન અપાશે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી : યુ.એસ.માં ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યૂજર્સીના ઉપક્રમે 3 નવેમ્બર 2019 રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર ,સિકોસસ , ન્યુજર્સી મુકામે સતત 15 માં વર્ષે હેલ્થ કેમ્પનું આયોજન કરાયું છે.જેમાં વિનામૂલ્યે દરેક રોગોના નિદાન સાથે રોગ સામે જાગૃતિ રાખવા અંગે માર્ગદર્શન અપાશે

 શ્રી સ્વામિનારાયણ મંદિર ,સિકોસસ ,સાથેના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ હેલ્થ કેમ્પનો સમય સવારે 8-30 કલાકનો રહેશે જેમાં 40 વર્ષ કે તેથી વધુ વયના વીમો નહીં ધરાવતા અથવા ઓછો ધરાવતા લોકો અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લેનાર દર્દીઓ ભાગ લઇ શકશે

કેમ્પમાં બ્લડ ટેસ્ટ ,ઈ.કે.જી.,વિઝન સ્ક્રીનિંગ ,ડાયાબિટીક રેટિનોપથી,ફિઝિકલ એક્ઝામિનેશન ,કાર્ડીઓલોજી ,ફિઝિકલ થેરાપી ,વિવિધ પ્રકારના કેન્સર ,સહિતના રોગોના નિદાન સાથે રોગો થતા અટકાવવા માર્ગદર્શન અપાશે

ઉપરાંત એચ.આઇ વી.ટેસ્ટિંગ ,ડાયેટરી કાઉન્સેલિંગ,ફાર્મસી કાઉન્સેલિંગ ,મેન્ટલ હેલ્થ કાઉન્સેલિંગ ,ઇન્ફ્લ્યુએન્ઝા રસી ,સહીત વિવિધ સેવાઓ આપવામાં આવશે જે માટે નિષ્ણાત ફિઝિશિયનશ ,સ્પેશિયાલિસ્ટ્સ ,ડેન્ટિસ્ટ્સ,મેન્ટલ હેલ્થ નિષ્ણાત ,તેમજ વિવિધ રોગોના નિષ્ણાત તબીબો સેવાઓ આપશે જેમાં ઇન્ટર્નલ મેડિસિન ,કાર્ડીઓલોજી,ઓપથાલ્મોલોજી ,ગાયનેકોલોજી ,યુરોલોજી ,ફિઝિકલ થેરાપી ,ડાયેટરી તેમજ ન્યુટ્રીશન સ્પેશિયાલિસ્ટ્સ ,ફાર્માસિસ્ટ્સ ,ઈ.કે.જી.ટેક્નિશિયન્સ ,મેડિકલ અસિસ્ટન્ટ્સ,નર્સીસ,મેડિકલ સ્ટુડન્ટ્સ ,સહિતનાઓનો સમાવેશ થાય છે.

બ્લડ ટેસ્ટ રિપોર્ટ ચેક થયા પછી નોંધ સાથે ડાઇરેક્ટ દર્દીના સરનામે મોકલી અપાશે તેમજ શ્રી રૂપેન પટેલની એક્યુરેટ ડાયેગ્નોસ્ટિક લેબ દ્વારા બ્લડ ટેસ્ટ કરી અપાશે

અગાઉથી રજીસ્ટ્રેશન કરાવનાર તમામ લાભાર્થીઓને સવારે 8-30 વાગ્યા સુધીમાં હાજર થઇ જવા જણાવાયું છે.તેમજ રાત્રિ  પછી ઉપવાસ રાખવા જણાવાયું છે.જોકે તેઓ જે દવા નિયમિત લેતા હોય તે લઇ શકશે તેમજ સવારે પાણી પીવા ભલામણ કરાઈ છે.

બ્લડ ટેસ્ટ બાદ તમામ લાભાર્થીઓ માટે નાસ્તો અને બાદમાં લંચની વ્યવસ્થા કરાઈ છે.ઉપરાંત સ્તન કેન્સર અંગે સાવચેતી રાખવા અગાઉથી કરાતા મેમોગ્રામ પણ મહિલાઓને વિનામૂલ્યે કરી અપાશે

આ તકે અંધાપો દૂર કરવા માટે કાર્યરત ન્યુજર્સી કમીશન ફોર બ્લાઇન્ડ દ્વારા આંખોના નિદાન માટેની સેવાઓ આપવામાં આવશે

કેમ્પને સફળતાપૂર્વક સંપન્ન કરાવવા માટે ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુજર્સીની એક્ઝિક્યુટિવ ટિમ તથા વોલન્ટિયર્સ જહેમત ઉઠાવી રહ્યા છે.વિશેષ માહિતી માટે

 WWW.IHCNJ.org દ્વારા સંપર્ક સાધવા ડો.તુષાર પટેલની યાદીમાં જણાવાયું છે.

(12:15 pm IST)