Gujarati News

Gujarati News

News of Monday, 28th October 2019

કરતારપુર કોરિડોર : યાત્રિકોની સગવડ માટે પાકિસ્તાને 80 ઇમિગ્રેશન કાઉન્ટર ખોલ્યા

ઇસ્લામાબાદ : ભારત અને પાકિસ્તાન વચ્ચે કરાર થયા બાદ પાકિસ્તાને શીખોના ધર્મગુરુ નાનકદેવની 550 મી જન્મ જયંતી ઉજવવા માટે આવનારા યાત્રિકોની સુવિધા માટે 80 ઇમિગ્રેશન કાઉન્ટર ખોલ્યા છે.દરરોજ 5 હજાર યાત્રિકોને પ્રવેશવામાં વિલંબ ન થાય તે માટે આ વ્યવસ્થા ગોઠવાઈ છે.

ઉલ્લેખનીય છે કે ગુરુ નાનકદેવની 550 મી જન્મ જયંતી ઉજવવા માટે સમગ્ર વિશ્વમાં વસતા શીખો પાકિસ્તાનમાં આવેલા તેમના જન્મસ્થાન નાનકાના સાહેબ મુકામે ઉમટી પડશે જે માટે ભારત અને પાકિસ્તાનને જોડતા કરતારપુર કોરિડોર દ્વારા દરરોજના 5 હજાર યાત્રિકોને વિઝા ફ્રી પ્રવેશ અપાશે જેઓને ખોટી ન થવું પડે તે માટે ઉપરોક્ત વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(3:10 pm IST)